હયાતી/૩૪. કઈ નસે!

Revision as of 05:37, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. કઈ નસે!}} {{Block center|<poem> દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે! કોઈ અજાણ્યું જાણે હવે બ્હાવરું હસે. ધુમ્મસ સધન થયું અને પડદો બની ગયું, વાતાવરણની કેદ છે, ક્યાંથી કોઈ ખસે! મારી નજરથી ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૪. કઈ નસે!

દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે!
કોઈ અજાણ્યું જાણે હવે બ્હાવરું હસે.

ધુમ્મસ સધન થયું અને પડદો બની ગયું,
વાતાવરણની કેદ છે, ક્યાંથી કોઈ ખસે!

મારી નજરથી ક્યાંક કશું ઊડતું રહે,
તારા હૃદયમાં કેમ કશું આમ તસતસે!

રજકણ ઊડે છે – આંખને ખટકાથી મીંચતો;
સોનું થવા આ પથ્થરો અથડાય પારસે.

ચહેરામાં લાલ રંગ અચાનક ઊગી ગયો,
જાણું ન મારો હાથ મુકાયો કઈ નસે!



૨૪–૧–૧૯૭૦