બાળ કાવ્ય સંપદા/શ્રાવણિયો

Revision as of 17:27, 9 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શ્રાવણિયો

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

આ ઝરમર જલની ધાર ઝરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
ધરતીને ખુશ્બોદાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ વીજળી થૈથૈકાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !
આ ઝરણાંઓ ઝંકાર કરે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ ભીનો ભીનો વાયુ વાય,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
આ મયૂર પાગલ થઈને ગાય,
ઝરમર ઝરમર શ્રાવણિયો !

આ ફૂલ કદંબનાં ખીલ્યાં છે,
ઝરમર ઝરમર શ્રાવણિયો;
શી મેધધનુષની લીલા છે,
ઝરમર ઝરમર શ્રાવણિયો !