હયાતી/૭. હોઠ હસે તો
Revision as of 18:35, 8 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૭. હોઠ હસે તો | }} {{center|<poem> હોઠ હસે તો ફાગુન ગોરી! આંખ ઝરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન. તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ, અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં...")
૭. હોઠ હસે તો
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયલહર મનભાવન.
કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
પલપલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.