હયાતી/૩. કહું
Revision as of 18:21, 8 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૩. કહું | }} {{center|<poem> વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું, કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું. અમે જ ચાંદની માગી, અમે જ કંટાળ્યા, તમોને ભેદ એ જો અંધકાર હો તો કહું. વ્યથાનું હોય છે કે...")
૩. કહું
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.
અમે જ ચાંદની માગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંધકાર હો તો કહું.
વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
ગઈ બતાવી ઘણાં યે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.