મારી હકીકત/તા. ૨૬

Revision as of 01:58, 16 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| તા. ૨૬ | }} {{Poem2Open}} ન0 તું કાલે પ્રાયશ્ચિત્ત લેવાને રાજી છે? ડા0 હા પણ ચોપડામાં ન નોંધો તો. ન0 ફરીથી પુછું છું તું પ્રાયશ્ચિત્ત લેવાને રાજી છે? ડા0 આ છેકી નાખો તો હું રાજી થઈને કહું....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તા. ૨૬

ન0 તું કાલે પ્રાયશ્ચિત્ત લેવાને રાજી છે?

ડા0 હા પણ ચોપડામાં ન નોંધો તો.

ન0 ફરીથી પુછું છું તું પ્રાયશ્ચિત્ત લેવાને રાજી છે?

ડા0 આ છેકી નાખો તો હું રાજી થઈને કહું. તમે આવા નજીવા સવાલ પુછો છો વાસ્તે જવાબ દેતી નથી.

ન0 તીજીવાર પુછું છું કે તું કાલે પ્રાયશ્ચિત્ત લેઈશ?

ડા0 નજીવું નજીવું લખ્યા કરવું એમાં તમને સારૂં લાગે છે?

ડા0 જ્યારે હું કહીશ કે ફલાણે દહાડે પ્રાયશ્ચિત્ત કરીશ ત્યારે હું બ્રાહ્મણની ગોઠવણ કરીશ,

ડા0 તમારી મરજી છે તો હું પ્રાયશ્ચિત્ત કરવાને તૈયાર છું પણ મારાં મન થકિ હું એમ સમજીને કરીશ કે આગળ જે અભક્ષ્યાભક્ષ્ય કરેલું તેનું પ્રાયશ્ચિત્ત છે એ.

ન0 પણ પ્રધાન પ્રાયશ્ચિત્ત તો તું તારે પીહેર જઈ રહ્યા પછી લોકમાં તારા મારા સંબંધમાં જે ઉદ્ઘોષ ચાલ્યો તે અપવાદ રૂપ તારે કરવાનું છે.

તા. ૨૭ મીએ પુનેમે બુધે સવારે મને કહ્યું કે તમારે જે કરાવવું હોય તે કરાવો. મેં તરત બક્કાને નાથુશંકરને તેડવા મોકલ્યો, તે મળ્યા નહિ. પછી વળી કલ્લાકેકમાં આવી પહોંચ્યા. તરત રેંકળો કરી. ડા0, સુ0, હું, ને નાથુશંકર દરીયે ગયા. રસ્તે ભીખુભાઈએ કાએચ દલસુખરામ વગેરેએ દીઠા.

૧. એક પ્રાજાપત્ય દક્ષણા-સૂરતમાં ઉઠેલા ઉદ્ઘોષ અપવાદ નિમિત્ત. (એ નાથુશંકરને કહ્યો હતો.)

૨. એક પ્રાજાપત્ય-આજ્ઞાનું ઉલ્લંઘન, અભક્ષ્યાભક્ષ્ય, રોજોદોષમાં સ્પર્શાદિક કીધાના દોષનો એમ ત્રણ એને કરાવ્યા.

૩. એક પ્રાજાપત્ય દક્ષણાસંકલ્પ-સૂરતમાં ઉઠેલા ઉદ્ઘોષ નિમિત્તે મેં પણ કીધોતો.

પછી એણે ને સુભદ્રાએ સમુદ્ર પરના બ્રાહ્મણ દ્વારા મહાતીર્થ સમુદ્રનું પૂજન કીધું હતું.

એ દિવસે ૧|= નાથુશંકરને, બીજા બ્રાહ્મણને 0)-અને બ0ને રેકળાનું ભાડું 0|=, મહાદેવના દર્શન કરાવ્યા ત્યાં મુકાવ્યા ડા0 ને સુ0 પાસે દોડીઉ દાડીઉ, સૌ મળીને ૧|||-||

તા. ૨૮ મીએ ત્રણ રૂદ્રી નર્મદેશ્વરમાં કરાવી. બ્રાહ્મણ ત્રણે સુરતના, નાથુશંકર, દોલતરામ ને એક અગ્નિહોત્રી. તેઓને પા પા રૂપીઓ દક્ષણા અપાવી ડાહીગવરી પાસે ને તેમણે વેદમંત્રે આશીર્વાદ દેઈ આસકા આપી.

0||| અને 0) -પૂજાપાના. સૌ મળીને 0|||-