મારી હકીકત/૧૯ ગોપાળજી ગુલાબભાઈને
Revision as of 17:11, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૯ ગોપાળજી ગુલાબભાઈને | }} {{Poem2Open}} તા. ૩૯0-૧-૭0 '''રા. શ્રી ગોપાળજી ગુલાબભાઈ,''' કથાકોષની ચોપડી મોકલી તે પહોંચી હશે. એની સો નકલ ઉપર ખરીદ કરશો તો સવા ત્રણને ભાવે આપીશ. હું આશા રાખું છઉં...")
૧૯ ગોપાળજી ગુલાબભાઈને
તા. ૩૯0-૧-૭0
રા. શ્રી ગોપાળજી ગુલાબભાઈ,
કથાકોષની ચોપડી મોકલી તે પહોંચી હશે. એની સો નકલ ઉપર ખરીદ કરશો તો સવા ત્રણને ભાવે આપીશ. હું આશા રાખું છઉં કે ૨00 નકલ ખરીદ કરશો.
પેલી રકમ જેમ બને તેમ તાકીદે મોકલવાનું સ્મરણ કરાવું છઉં. મુંબઈની હૂંડી મોકલશો તો ચિંતા નથી.
તમારી તરફના ઘણા દિવસ થયા જાણ્યામાં આવ્યા નથી માટે લખશો. છેલ્લી મુલાકાત બહુ સાંભરે છે.
લી. નર્મદાશંકરના આશીર્વાદ