પરમ સમીપે/૭૪

From Ekatra Wiki
Revision as of 12:59, 8 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭૪

પરમપિતા,
તને પ્રણામ કરીને હું આજના દિવસમાં પ્રવેશ કરું છું.
મારું મન ચંચળ છે, અને
મારાં સાંસારિક કામોની જાળ અટપટી છે
આ જાળમાં સાંગોપાંગ ફસાઈ જવાથી મને બચાવજે.
નકામી વસ્તુઓની ઇચ્છા કરવામાંથી
તુચ્છ બાબતોમાં શક્તિ ને સમય વેડફવામાંથી
અર્થહીન પ્રાપ્તિ પાછળ દોટ મૂકવામાંથી
મહેનત કર્યા વિના ધન મેળવવાની લાલસામાંથી મને બચાવજે.
કોઈ જોતું નથી - એ કારણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની દુર્બળતામાંથી
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે
                                                      Template:Rigjt
                                                      Template:Rigjt
હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઇચ્છતો નથી તેમ કહેવાના
                                                                      Template:Rigjt
જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે
                                                          Template:Rigjt
બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે
                                                 Template:Rigjt
બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે
                                                  Template:Rigjt
                                                                Template:Rigjt}
કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે
ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી
ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી
અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી
                                                                 Template:Rigjt
નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી
જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્ ચલાવવાની
                                                                    Template:Rigjt
પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દૃષ્ટિબિંદુના બેવડા
                                                                    Template:Rigjt
પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના
અને હું કેટલું માગું છે તેના ભાન વિના
તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી
                                                                Template:Rigjt
જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી
અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે
ચુપ રહેવામાંથી, મને બચાવજે.
ન ગમે કે ન સમજાય તેવી બાબતને ઝટ દઈને
બાજુ પર હડસેલી દેવાની ઉતાવળમાંથી મને બચાવજે
ક્ષુદ્ર સંતોષ અને મૂર્ખ અસંતોષથી મને બચાવજે.
હે પરમાત્મા,
મારી જ વાત સાચી એવી જીદમાંથી મને બચાવજે
હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી મને બચાવજે.
કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક
                                                                  Template:Rigjt
આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે.
સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે,
તારો આભાર માની
આ બધાંમાંથી જાતને ખંખેરી
બધી કટુતા, ઈર્ષ્યા, રંજ, ચિંતામાંથી જાતને અળગી કરીને
તારી શાંત પ્રેમાળ ગોદમાં પોઢી જાઉં
ને બીજી સવારે નવું તાજું મન લઈને ઊઠું તેવું કરજે.