૩
યદેમિ પ્રસ્ફુરન્નિવ દૃતિર્નધ્માતો અદ્રિવ:
મૃડા સુક્ષત્ર મૃડય
ક્રત્વ સમહ દીનતા પ્રતીપં જગમા શુચે
મૃડા સુક્ષત્ર મૃડય
અપાં મધ્યે તસ્થિવાંસં તૃષ્ણાવિદૃજ્જરિતારમ્
મૃડા સુક્ષત્ર મૃડય
હવાથી ભરેલી ધમણની જેમ હું ફૂલ્યો ફૂલ્યો ફરું છું, મને ક્ષમા કરો. હે મહાન પ્રભુ!
મને ક્ષમા કરો, કૃપા કરો.
મારી દીનતાથી હું અવળા માર્ગે ચાલતો રહ્યો. હે પવિત્ર અને શક્તિશાળી પ્રભુ,
મને ક્ષમા કરો, કૃપા કરો.
પાણીની વચ્ચે રહેવા છતાં પણ તે તરસ્યો છે. હે મહાન પ્રભુ,
ક્ષમા કરો, કૃપા કરો.
(ઋ. ૭ : ૮૯ : ૨-૪)