રામચન્દ્ર પટેલની કવિતા/સર્જક-પરિચય

Revision as of 10:47, 2 March 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
સર્જક-પરિચય
નામઃ- રામચન્દ્ર બબલદાસ પટેલ
જન્મતારીખઃ- ૧ ઓગસ્ટ, ૧૯૩૯
અભ્યાસઃ- ડી.ટી.સી. (૧૯૬૧), ડી.એમ. (૧૯૬૫) ચી.ન. કલાવિદ્યાલય, અમદાવાદ
વતનનું ગામઃ- ઉમતા, જિ. મહેસાણા
વ્યવસાયઃ- વતનના ગામ ઉમતાની હાઈસ્કૂલમાં ૩૮ વર્ષ ચિત્રશિક્ષણ
નિવૃત્તિઃ- ૧૯૯૬
સાહિત્યકૃતિઓઃ-
નવલકથાઃ- (૧) એક સોનેરી નદી(સોનગેરું) ૧૯૭૮ (ર) વરાળ (અંગારક) ૧૯૭૯ (૩) સ્વર્ગનો અગ્નિ (અગ્નિરખો) ૧૯૮૦ (૪) અમૃતકુંભ (મેરુયજ્ઞ) ૧૯૮૧ (પ) પૃથ્વીની એક બારી (અરણ્યદ્વાર) ૧૯૮૫ (૬) ચિરયાત્રિ (હદપારી) ૧૯૮૬ (૭) રાજગઢ ૧૯૯૬
વાર્તાસંગ્રહોઃ- (૧) સ્થળાંતર (૧૯૯૬), (ર) બગલથેલો (૧૯૯૮), (૩) અગિયાર દેરાં (૨૦૧૩), (4) પિછવાઈ (૨૦૧૫)
નિબંધસંગ્રહઃ- (૧) અડધો સૂકો સૂરજ, અડધો લીલો ચાંદો (૧૯૯૯) (૨) માટી અને મોભ (૨૦૧૦)
કાવ્યસંગ્રહોઃ- (૧) મારી અનાગસી ઋતુ (પ્ર.આ. - ૧૯૭૭, દ્વિ.આ. ૨૦૦૫) (૨) પદ્મ નિદ્રા (૨૦૦૨) (૩) સીમાન્તરા (૨૦૧૪) (૪) માટીનું નૃત્ય (૨૦૧૮) અને (પ) રુદનધન ૨૦૨૦)
વાર્તા વિશેષઃ ગુણવન્ત વ્યાસ
પારિતોષિકોની સંખ્યા ૧૪. મહત્ત્વનાં આ પ્રમાણે કુમારનો વર્ષનો શ્રેષ્ઠ કાવ્ય પુરસ્કાર ૧૯૭૩, વરાળ નવલકથાની હસ્તપ્રતઃ કલકત્તાનો નવરોજી પુરસ્કાર ૧૯૭૪, અકાદમીના કુલ પાંચ પારિતોષિકો મેળવ્યા. શ્રેષ્ઠ સૉનેટ પુરસ્કાર બ.ક. ઠાકોર, શ્રેષ્ઠ સૉનેટ પુરસ્કાર ૨૦૦૧, ‘ઉદ્દેશ’નું ચંદુલાલ સેલારકા શ્રેષ્ઠ કાવ્ય પારિતોષિક, અડધો સૂકો સૂરજ, અડધો લીલો ચાંદો નિબંધસંગ્રહને સાહિત્યપરિષદનું ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક, કુમાર સુવર્ણચન્દ્રક ૨૦૦૪, અગિયાર દેરાં તથા માટી અને મોભ ઉ.ગુ. યુનિ.માં પાઠ્યપુસ્તક તરીકે.
નિયત સરનામું : રામચન્દ્ર પટેલ સી/૨૦૦૨ રિયલ લકઝુરિયા, આનંદનિકેતન સ્કૂલ પાસે, થલતેજ, શીલજ રોડ થલતેજ, અમદાવાદ - ૫૯ (મો.) ૯૪૨૯૪ ૫૬૭૭૭

– પ્રાગજીભાઈ ભામ્ભી