બાળ કાવ્ય સંપદા/ચૉકલેટનો બાગ

From Ekatra Wiki
Revision as of 02:42, 28 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચૉકલેટનો બાગ

લેખક : બિરેન પટેલ
(1987)

મારો મજાનો આખો ચૉકલેટનો બાગ,
ખુશીઓ અપાર આપે કોણ પડાવે ભાગ ?

ચૉકલેટના બાગમાં આઇસક્રીમના કૉન ઊગે,
ફૂલડાંને બદલે લોલીપોપ રોજ ખીલે,
જેલી ને જેમ્સમાં જોઉં કોણ પડાવે ભાગ ?
મારો મજાનો આખો ચૉકલેટનો બાગ.

બિસ્કિટનાં રમકડાં રમવાને રોજ મળે,
ઝાડવે ઝાડવે પીપરમિંટની લૂમ ઝૂલે,
ટૉફી ને પોપકોર્નમાં જોઉં કોણ પડાવે ભાગ ?
મારો મજાનો આખો ચૉકલેટનો બાગ.