બાળ કાવ્ય સંપદા/નભ

Revision as of 01:42, 28 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નભ

લેખક : કિરીટ ગોસ્વામી
(1975)

નભ સૌને સરખું ચ્હાય...
આમ બધે ઈશ્વરની માફક, આમ વળી, ના ક્યાંય !
છાબ ભરીને તારાઓની, ઝલમલ-ઝલમલ હસતું...
છાનું-છપનું શાંત સરોવરનાં હૈયામાં વસતું...
દશે દિશાઓ જાણે એની મુઠ્ઠીમાં જ સમાય !
સાત રંગ લઈ, કોઈ ચિતારો ચીતરે જ્યાં રંગોળી,
નભ તો ઘેલું : ધરતી-ખોળે રંગો દે સૌ ઢોળી,
અણુ-અણુમાં અજવાળાની ગંગોત્રી છલકાય !