બાળ કાવ્ય સંપદા/રમતા રહીએ રામ
રમતા રહીએ રામ
લેખક : દિનેશ દેસાઈ
(1968)
અમે તો રમતા રહીએ રામ,
અમે તો ભમતા રહીએ આમ.
વાદળ ગગડે, છો ને ગગડે,
સાવજ ગરજે, છો ને ગરજે,
અમે તો રમતા રહીએ રામ,
અમે તો ભમતા રહીએ આમ.
ડાળે ડાળે ઝૂલા ઝૂલીએ,
ઉપવન આખુંયે ગજવીએ.
અમે તો રમતા રહીએ રામ,
અમે તો ભમતા રહીએ આમ.
દિવસે સૂરજદાદા સાથે,
રાતે ચાંદામામા જોડે,
અમે તો રમતા રહીએ રામ,
અમે તો ભમતા રહીએ આમ.