બાળ કાવ્ય સંપદા/લાડ કરે છે ઝાડ

Revision as of 13:45, 26 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
લાડ કરે છે ઝાડ

લેખક : જીત જોબનપુત્રા
(1960)

લાડ કરે છે ઝાડ મને સહુ લાડ કરે છે ઝાડ !
હું તો ઝૂલું એક એક ડાળ મને સહુ લાડ કરે છે ઝાડ !

વડલા છાંયો પોઢવા માટે,
પીપળો તો આ પૂજવા માટે,
પેલા કડવા કડવા લીમડાનોયે પાડ, મને સહુ...

ખાખરાનાં હું પાંદડાં તોડું,
બોરસલીનાં ફૂલડાં જોડું,
કાંટા લાગે તો કરું બાવળિયાની વાડ, મને સહુ...

આંબા-આંબલી, જુઓ જાંબુ,
ખટ-મીઠાં હું એક-બે આંબું :
ત્યાં નદીકિનારે રાયણ પાડે રાડ, મને સહુ...