બાળ કાવ્ય સંપદા/અંધારા આભમાંથી

From Ekatra Wiki
Revision as of 02:53, 20 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંધારા આભમાંથી|લેખક : નીતા રામૈયા<br>(1941)}} {{center|<poem> અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ બારણેથી આવેલા વાયરાને સાથ લઈ બારીએથી દેખાતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અંધારા આભમાંથી

લેખક : નીતા રામૈયા
(1941)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ

બારણેથી આવેલા વાયરાને સાથ લઈ
બારીએથી દેખાતા ચાંદાને હાથ લઈ

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ

આંગણામાં તુલસીની મંજરીને સાથ લઈ
બાગબાગે ફોરમતા મોગરાને હાથ લઈ

અંધારા આભમાંથી છલકાતી નીંદરાને કહી દઉં કે
આવ મારા દીકરાનાં નયણાંમાં રૂમઝૂમતી આવ