મંગલમ્/ચાલો મોરી કારવાં

Revision as of 02:09, 19 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચાલો મોરી કારવાં


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b15136731c34_33667480


ચાલો મોરી કારવાં


ચાલો મોરી કારવાં ચાલો મોરી કારવાં
વીતી અંધારી રાત, જાગે જાગે જહાં…ચાલો.

ગાજે ત્રંબાળુ, ઢોલ, ગોરંભે ગંભીર બોલ,
ગુંજે શરણાઈ, નવી જિંદગીના દેતી કોલ,
ગગડે છે નોબત ન્યારી, વાગે ડંકા નિશાન…ચાલો.

ભાંગો હો માનવીની જુગ જૂની નીંદરા,
નવલા અંબાર ભાલે ઝીલી વસુંધરા,
મૂંગા આશિષ જો રેલે ગુલાબી આસમાન…ચાલો.

બાંધો સામાન સાથી સંકેલો આજ ડેરા,
દિલે નવી ભોમ કેરા આવ્યા છે સાદ ઘેરા,
દૂરની મંઝિલ કેરી અંગે અંગે લાગી તાન…ચાલો.

ઘૂમીશું ખંડે ખંડે વીંધીશું કંઈક પહાડ,
મારગને રૂંધનારી, ભેદીશું કંઈક કરાડ;
મિટાવીશું જૂના અન્યાયનાં, નામો નિશાન…ચાલો.

દિલમાં છે સ્વપ્ન જેને, નયનોમાં જેને આશ,
માનવીની આઝાદી જેને જેને લાગી પ્યાસ,
એ સૌ અમારી સંગે ચાલો હો સૌ ઉમંગે,
કોઈની તાકાત ના કે આવાં રોકે પ્રયાણ…ચાલો.
સામે ધરતી અપાર આભે પંખીનાં ગાન…ચાલો.

— શ્રી નાથાલાલ દવે