હે જીવનનાથ!
卐
હે જીવનનાથ!
卐
હે જીવનનાથ (૨) શાંતિ કરો
અશાંતિ હરો… શાંતિ કરો… શાંતિ…
વિશ્વને ખૂણે ખૂણેથી આર્તનાદ જાગતા
અન્ન વસ્ત્રહીન કોટિ કોટિ પ્રાણ ત્યાગતા
દૈન્ય દાસ્ય દુઃખથી દલિત અસંખ્ય માનવી
શોષણે સદાય લીન અંધ શક્તિ દાનવ. ...શાંતિ૦
આ શું? અણુપરમાણુ તોડ્યાં? ત્રાહિ ત્રાહિ,
હાય! એ જગવિધ્વંસે જોડ્યાં? પાહિ પાહિ;
સંસ્કૃતિ તણા શું તેજની છવાય સંધ્યા?
થાય આ વસુંધરા અમંગલા શું વંધ્યા? …શાંતિ૦
દેશ દેશમાં છવાય આ શી ક્રૂર કાલિમા
સ્વાર્થ ક્રોધમત્ત રક્તઘોર યુદ્ધલાલિમા… …શાંતિ૦