બાળ કાવ્ય સંપદા/ઘોડે ચડીને આવું છું

Revision as of 02:13, 17 February 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘોડે ચડીને આવું છું...

લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ધોળા ઘોડા, કાળા ઘોડા,
રાતા ને રેવાલી ઘોડા,
મોટા ઘોડા, છોટા ઘોડા,
સોનપરીના ઊડતા ઘોડા,
હણહણતા હોંશીલા ઘોડા,
તરવરતા તેજીલા ઘોડા,
પુચ્છે લાંબા વાળ, ઘોડા,
કેશવાળી ઝાળ, ઘોડા,
ટૂંકા ટૂંકા કાન, ઘોડા,
ફૂંગરાતાં નાક, ઘોડા,
ખરી ખખડતી નાળ, ઘોડા,
પીઠે જીન કમાલ ઘોડા,
પાંખ નહીં, પણ પંખાળા,
આંખો તગતગ અંગારા,
ગાડી ખેંચે, ખેંચે રથ,
ખેંચે ટ્રામ, ખેંચે હળ,
સરઘસમાં ચાલે છે ઘોડા,
વરઘોડામાં મ્હાલે ઘોડા,
સરકસમાં થનગનતા ઘોડા,
યુદ્ધ મહીં ધસમસતા ઘોડા,
તીખા ને તોરીલા ઘોડા,
ઘોડા... ઘોડા... ઘોડા... ઘોડા...
ઘાસ ખાજો,
ચંદી ખાજો,
મેદાનોમાં ફરવા જજો.
કોક દિવસ તો અમને લઈને
ડુંગરા કુદાવજો,
દરિયા તે ઠેકાવજો,
જંગલમાં ઘુમાવજો,
આભમાં પુગાડજો,
સાહસ ઝાઝાં કરવાં છે,
દુનિયામાં બહુ ફરવાં છે.
ચલ રે ઘોડા, ઝટપટ ઝટપટ,
તબડક ઘોડા, તબડક તબડક...
બા, બાપુજી, આઘાં ખસો,
દાદા, દાદી, આઘાં ખસો,
ઘોડે ચડીને આવું છું,
દુનિયા સાથે લાવું છું,
આવ્યો છું સૂરજની મૉર,
દાદાજી, વહેંચોને ગોળ !