બાળ કાવ્ય સંપદા/થાળી જેવો થઈને

From Ekatra Wiki
Revision as of 14:57, 15 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
થાળી જેવા થઈને

લેખક : જયંત શુક્લ
(1926)

ઊંચે ઊંચે આભમાં
તારાઓની સાથમાં.

ફેરફુદરડી ફરતો'તો,
લઈ અંધારું બાથમાં.
ક્યારે નાનો, ક્યારે મોટો,
થાતો વાત વાતમાં.

સંતાકૂકડી રમતા શેરી,
અજવાળી એ રાતમાં.
રાત અંધારી આવે ત્યારે,
કહેતો સૌને કાનમાં.

“આવું છું અજવાળી રાતે,
મોટા થઈને શાનમાં”
થાળી જેવો થઈને ચાંદો
રમતો'તો ચોગાનમાં.