બાળ કાવ્ય સંપદા/એકથી દસ

Revision as of 14:20, 15 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એકથી દસ

લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)

એકડો વાવે આંબલી ને
બગડો કાપે બોરડી.
તગડો કાંતે તકલી ને
ચોગડો ચીતરે ચકલી
પાંચડો પહેરે સાડી ને
છગડો પાડે તાળી.
સાતડો સૂવે ખાટલે ને
આઠડો રૂએ ઓટલે.
નવડો ખાય સુંવાળી ને
દસમે દિવસે દિવાળી.