બાળ કાવ્ય સંપદા/તારે મેહુલિયા

Revision as of 02:49, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારે મેહુલિયા

લેખક : અવિનાશ વ્યાસ
(1911-1984)

તારે મેહુલિયા કરવાં તોફાન,
અમારા લોકોના જાય છે જાન !

મંડ્યો તે મંડ્યો, તું મુશળધાર,
કેવી રીતે મારે જાવું નિશાળ ?

ચંપલ મારી છબ છબ થાય,
ધોયેલી લેંઘી મારી બગડી જાય.

અવળા ને સવળા વાયરા વાય,
ઓઢેલી છત્રીનો કાગડો થાય !

કેળાના છોતરે લપસી જવાય,
ત્યારે તો ભાઈ મને ! શું શું થાય !

હુંયે મેહુલિયો, રમવાને જાઉં,
ભૂખ્યો થતો ને ઘેર આવી જાઉં,

ના જાઉં તો બા, બોલાવી જાય,
પકડાઉ ના તો, પૂંઠે ધાય.

તારું મેહુલિયા કયું છે ગામ ?
તારા બાપુજીનું શું છે નામ ?

ઘણા દહાડાથી આવ્યો છે અહીં,
કેમ તારી બા તને લઈ જાય નહિ ?