મંદિર તારું
લેખક : જયંતીલાલ આચાર્યક
(1906-1988)
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે,
મંદિર તારું વિશ્વ રૂપાળું..
નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે,
નીલગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે,
મંદિર તારું વિશ્વ રૂપાળું...
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ સારા રે,
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે,
મંદિર તારું વિશ્વ રૂપાળું......