બાળ કાવ્ય સંપદા/સામે પાર ઉતરીએ

Revision as of 15:24, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સામે પાર ઊતરીએ

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

અમે ભણીએ ગણીએ રમીએ
અમે રમતાં સૌને ગમીએ.
વનવગડે નવી કેડી પાડી
અલકમલકમાં ભમીએ !
રમીએ, રમીએ, રમીએ
અમે રમતાં સૌને ગમીએ !
મારગ આડે પહાડ ભલે હો,
હસતાં હસતાં ચઢીએ,
કાંટા લાખ ભલે હો રસ્તે,
કચરી આગે બઢીએ !
બઢીએ, બઢીએ, બઢીએ,
અમે આગે આગે બઢીએ !
પૂર નદીનાં છો ઘૂઘવતાં,
સામે વહેણે તરીએ
મોજાં ઉપર સવાર થઈને
સામે પાર ઊતરીએ,
તરીએ, તરીએ, તરીએ,
અમે રમતાં રમતાં તરીએ,
તરી અલકમલકમાં ફરીએ.