બાળ કાવ્ય સંપદા/મારે જાણવું છે

From Ekatra Wiki
Revision as of 15:16, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારે જાણવું છે|લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ<br>(1903-1991)}} {{center|<poem> દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું, અહીંયાં બેસી રે'તાં મારે શું શું નહિ ખોવાનું ! ધરતીનો છેડો છે ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારે જાણવું છે

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે'તાં મારે
શું શું નહિ ખોવાનું !
ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી ?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી ?
શિયાળે ઠંડી છે શાને ?
ગરમી કેમ ઉનાળે ?
ચોમાસામાં ગાજવીજ શેં ?
તણખો શાથી બાળે ?
આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં
કેમ મનાતી પાકી ?
ચાર પગે કેમ પશુઓ ચાલે ?
પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો ?