બાળ કાવ્ય સંપદા/નાની-શી બહેન
Revision as of 01:28, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાની-શી બહેન|લેખક : પૂજાલાલ<br>(1901-1985)}} {{Block center|<poem> મારે છે બહેન એક નાની-શી બહેન ! દેવોની બાલિકા શી નાની-શી બહેન ! માને હૈયે હંમેશ હેલનારી બહેન ! બાપુના ખોળામાં ખેલનારી બહેન ! ભાઈને રિઝા...")
નાની-શી બહેન
લેખક : પૂજાલાલ
(1901-1985)
મારે છે બહેન એક નાની-શી બહેન !
દેવોની બાલિકા શી નાની-શી બહેન !
માને હૈયે હંમેશ હેલનારી બહેન !
બાપુના ખોળામાં ખેલનારી બહેન !
ભાઈને રિઝાવનાર નાની-શી બહેન !
ઘરને ઉજાળનાર નાની-શી બહેન !
કાલા કાલા બોલ બોલનારી બહેન !
બુલબુલના ગાનને લજાવનારી બહેન !
મીઠું મીઠું હસી હસાવનારી બહેન !
હેત હેત હૈયે જગાવનારી બહેન !
બીજચંદ્રની કલા સમાન નાની બહેન !
સોળે કળાની આશ આપનારી બહેન !
મારે છે બહેન એક નાની-શી બહેન !
દેવોની બાલિકા શી નાની-શી બહેન !