બાળ કાવ્ય સંપદા/ચાંદામામા

Revision as of 00:45, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચાંદામામા

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

“મામાનું ઘર કેટલે ? દીવો બળે એટલે.
દીવો તો મેં દીઠો, મામો લાગે મીઠો. ”
મામા આવે રાતે,
ચાંદનીની સાથે.
સૂરજનાં દઝાડ્યાં
મામે ટાઢાં પાડ્યાં.
એવા મામા મળતાં
સમુદ્ર ઊછળતા.
એવા મામા હસતાં
પોયણાં વિકસતાં.
હસો મામા હસજો, મનેય શીખવજો.
હુંયે હસું એવું બધાં ઝીલે તેવું.