બાળ કાવ્ય સંપદા/તારલિયા
Revision as of 03:24, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page બાળ કાવ્ય સંપદા/તાલીયા to બાળ કાવ્ય સંપદા/તારલિયા without leaving a redirect: Sp)
તારલિયા
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
ચંદાનો નવલખ હાર,
ઝગમગ તારલિયા.
વેરાણો ઘન અંધાર,
ઝગમગ તારલિયા.
શીદ રવડો દિવસ રાત ?
ઝગમગ તારલિયા.
એક કહું મજાની વાત,
ઝગમગ તારલિયા.
ત્યાં છે અંધારું ઘોર,
ઝગમગ તારલિયા.
અહીં અજવાળાંનું જોર !
ઝગમગ તારલિયા.
કરી રાખું કંઠે માળ,
ઝગમગ તારલિયા.
શિર કલગી ઝાકઝમાળ,
ઝગમગ તારલિયા.
છો ઉતરો લઈ આકાશ,
ઝગમગ તારલિયા.
હું રાખીશ મારી પાસ,
ઝગમગ તારલિયા.