બાળ કાવ્ય સંપદા/પરમેશ્વરની પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 01:57, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરમેશ્વરની પ્રાર્થના

લેખક : દલપતરામ
(1820-1898)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (દોહરા)


ઓ ઈશ્વર તું એક છે, સરજ્યો તેં સંસાર;
પૃથ્વી, પાણી, પર્વતો, તેં કીધા તૈયાર.
તારા સારા શોભીતા, સૂરજ ને વળી સોમ;
તે તો સઘળાં તેં રચ્યાં, જબરું તારું જોમ.
અમને અદકાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર;
ભૂલે પાપી પ્રાણિયા, એ તારો ઉપકાર.
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ;
કાપ કુમતિ કરુણા કરી, કાપ કષ્ટ સુખ આપ.