ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/(૧૪) હીરાલાલ રસિકદાસ કાપડિયા
એઓ સુરતના વતની, જ્ઞાતિથી દશાદિશાવાળા વાણિયા છે; એમના પિતાનું નામ રસિકદાસ વરજદાસ અને માતાનું નામ શ્રીમતી ચંદાગૌરી ઠાકોરદાસ છે. એમનો જન્મ તા. ૨૮મી જુલાઇ સન ૧૮૯૪ના રોજ સુરતમાં થયો હતો અને એજ શહેરમાં તા. ૧૮મી મે સન ૧૯૧૩માં સૌ. ઇન્દિરાબ્હેન સાથે એઓ લગ્ન સંબંધથી જોડાયા હતા.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે સુરતમાં લીધું હતું અને કૉલેજ અભ્યાસ મુંબાઇમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં કર્યો હતો; જ્યાં એમને કામા પ્રાઇઝ તેમ અન્ય સ્કોલરશીપ મળ્યાં હતાં. સન ૧૯૧૮માં ગણિત ઐચ્છિક વિષય તરીકે લઈને તેઓ એમ. એ;ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા. પછી તરતજ વિલ્સન કૉલેજ(મુંબઇ)માં ગણિતના અધ્યાપક તરીકે તેઓ નીમાયા હતા. ત્યાં ઇ. સ. ૧૯૨૩ના ઓક્ટોબર સુધી કામ કરી એ વર્ષના નવેમ્બર માસથી તે ઇ. સ. ૧૯૨૪ના જુન સુધી તેમણે સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ(મુંબઇ)માં અને ત્યારબાદ એ વર્ષના અંત પર્યંત સેઇન્ટ ઝેવિયર્સ કૉલેજ(મુંબઇ)માં ગણિતના અધ્યાપક તરીકે કામ કર્યું હતું.
ઇ. સ. ૧૯૨૩માં મુંબઈ યુનિવર્સિટિ તરફથી જૈન ગણિતને લગતું રીસર્ચ કાર્ય કરવા માટે તેમને ગ્રાન્ટ મળી હતી. એ કાર્ય તેમણે થોડા વખતમાં પૂરું કર્યું હતું.
ઇ. સ. ૧૯૩૧–૩૨માં તેઓ પૂના રહીને ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરને સરકાર તરફથી સોંપાયેલ હસ્તલિખિત પ્રતિઓ પૈકી જૈન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત સૂચીપત્ર (A Descriptive Catalogue of Jain Mss) તૈયાર કરતા હતા તે દરમ્યાન તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચરર તરીકે એમ. એ;ના વિદ્યાર્થીઓને ભાષણો આપ્યાં હતાં.
એમના પ્રિય વિષયો ગણિત, તત્ત્વ જ્ઞાન, અને પુરાતત્ત્વ સંશોધન છે; અને સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિનો એમના પર બહોળો પ્રભાવ પડેલો છે; તેમજ તત્ત્વાર્થાધિગમસૂત્ર, સન્મતિ તર્ક, વિશેષાવશ્યક ભાષ્ય, અને કાંતજ્ય પતાકા વગેરે ગ્રંથોનું આકર્ષણ વિશેષ રહે છે.
ઇ. સ. ૧૯૨૫થી લેખન વાચન એજ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો છે; અને તેને લઈને આજ સુધીમાં તેઓ સંખ્યાબંધ પુસ્તકો રચવાને અને તેનું સંપાદન કાર્ય કરવાને શક્તિમાન થયેલા છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :
ગુજરાતી
| (૧) તત્ત્વાખ્યાન (ઉત્તરાર્ધકની પ્રસ્તાવના) | ઇ. સ. ૧૯૨૫ |
| (૨) આર્હતદર્શન દીપિકા | ” ૧૯૩૨ |
| (૩) ચતુર્વિશતિ પ્રબંધનો ગુજરાતી અનુવાદ | ” ૧૯૩૪ |
| (૪) આર્હત જીવન જ્યોતિ ભા. ૧ (પહેલી કીરણાવલી) | ” ૧૯૩૪ |
| (૫)”” ભા. ૨ (બીજી ” ) | ” ૧૯૩૫ |
| (૬)”” ભા. ૩ (ત્રીજી “ ) | ” ” |
| (૭)”” ભા. ૪ (ચોથી “ ) | છપાય છે. |
સંસ્કૃત–ગુજરાતી (૧) શૃંગાર વૈરાગ્ય તરંગિણી ૧૯૨૩ (૨) સ્તુતિ ચતુર્વિંશતિકા (સટીક) ૧૯૨૬ (૩) ચતુર્વિંશતિકા (સટીક) ૧૯૨૬ (૪) શ્રી ભક્તામર સ્રોત્રની પાદપૂર્તિ રૂપ કાવ્ય સંગ્રહ ભા. ૧ લો ૧૯૨૬ (૫) ચતુર્વિંશતિ જિનાનંદ સ્તુતિ (સટીક) ૧૯૨૭ (૬) સદર ભા. ૨ જો ૧૯૨૭ (૭) તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૯૨૯ (૮) વૈરાગ્ય રસમંજરી ૧૯૩૦
પ્રાકૃત–સંસ્કૃત–ગુજરાતી (૧) ઋષભ પંચાશિકા અને વીરસ્તુતિ યુગલ ૧૯૩૩ (૨) સદરગ્રંથ ભાષ્ય અને ટીકા સાથે ભા. ૨જો ૧૯૩૦ (૩) પદ્માનંદ મહાકાવ્ય (ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા) ૧૯૩૨ (૪) ગણિત તિલક (સટીક) ( “ “ “ ) (છપાય છે) (૫) અનેકાંતજ્ય પતાકા (“) ( “ “ “ ) ( “ )
સંસ્કૃત–અંગ્રેજી–ગુજરાતી (૧) ન્યાય કુસુમાંજલિ (૨) ભક્તામર, કલ્યાણમંદિર અને *નમિઊણ સ્તોત્રો. (સટીક) ––––––––––––––––––––––––––––––––––––––––––––
- આ પ્રાકૃત કૃતિ છે.
| (૧) તત્હારે ચરણે | ૧૯૩૫ |