કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/વસંત વીતી

From Ekatra Wiki
Revision as of 06:32, 2 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. વસંત વીતી

વસંત વીતી, નવ આમ્ર-મંજરી
ખરી, પડી યૌવનદેહ-મંજરી;
ને ગ્રીષ્મની વાદળછાંયડી મહીં
ઊગલે એકાન્ત તળાવને ખૂણે
ઝાંખી લાલાશવાળી ધવલ કમલિની, એવું સૌંદર્ય તારું.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૩)