મંગલમ્/સમૂહનૃત્ય

Revision as of 03:45, 1 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સમૂહનૃત્ય

બાજે ઘુઘરીયાં બાજે ઘુઘરીયાં ગામના ગોંદરે…
ધાકીટ્ ધીના ધાકીટ્ ધીના ઢોલ બોલ બાજે…
ગામનું ગોંદરું ઘમઘમે ગાજે… બાજે…
હે… ધેનુ ચારો ચરીને ઘેર આવે…
નર નાર દેતાં તાલ ગીત ગાવે…
(૧)  આવો મારે ખેતરિયે આવો
આવો મારે ખેતરિયે આવો…
આ ગામડાંનો લેવા લ્હાવો
આ પાથરણું પાથર્યું ઓંહી
ઉ૫૨ વડલાની છાયા છાયી
ભેળાં રમીશું રાસડા ગાઈ ગાઈ…
આવો મારે ખેતરિયે આવો (૨)
ઉ૫૨ ઘી દૂધ છાશ પી જાઓ
ચમ શરીરે જાડા ના થાઓ
આવો મારે ખેતરિયે આવો…
છમ છમ છમ અહીં ધરતી લીલીછમ
અહીં કુશળક્ષેમ છે ચોગરદમ (૨)
અહીં કંઈએ ન થાય હેંડ્યા આવો…
આવો મારે ખેતરિયે આવો…
મારા બાજરાનો રોટલો ખાઓ
(૨)  માગું મેહુલિયો રે ડાંગર વાવું ઉમંગે
ખેતરો રેલમછેલ કે વાવું ડાંગર ઉમંગે
આવ્યો મેહુલિયો રે, કે ખેતરો હેલે ચડ્યાં રે
વેંત વેંત ધરુ લીલુંછમ ઉખેડવા હારે ચડ્યાં રે
દાબીને રોપજો રે, કે રોપણી આવી ઊભી રે
(૩)  હે…જી… હે…જી…(૨)
આજ હેલે ચડી (૨) મારી ડાંગર ક્યારી (૨)
એ તો તલસે (૨) ઊંડા તળાવનું પાણી
સુપલડે સીંચીએ સીંચી, છોડ છોડ ક્યારી
છલા છલીઓ ભરી…
એની ભૂમિમાં પડી (૨) અધિક તાપથી તિરાડ
ફાટ ભૂમિમાં પડી…આજ૦
(૪)  વીજલડી શો ચમકાર ક૨ે
ગગને મેઘધનુષ્ય છવાય જો
શીતળ વાયુ અતિ વાય જો
સઘળે છાયી ઘટા ઘનઘોર જો
મોરલિયો શો ટહુકાર કરે…
અલ્યા હાલજો…(૨) અલ્યા હાલોને ડાંગર લણવા
ખેતર આપણાં ડાંગરે ભરેલાં
કેડ કેડ જેટલાં ડાંગરે ભરેલાં
કે કાપજો… કાપણી કેવી મજાની, કે કાપજો…
(૫)  ધીરે ધીરે ચાલજો, ધબ્બે ધબ્બે ચાલજો…
ખેંચી ખેંચી બાંધજો, ભારા ડાંગરના…હે…
ઊંચકીને મૂકજો ભારા ડાંગરના
ઝટ કરી સાફ કરો લીંપી ગૂંપી સાફ કરો
ઝૂડો પાટલીએ ભાત છૂટું પાડવા…હે…
(૬)  હે…જી… આવ્યો છે આજનો દિન શરદ પૂનમનો રે
દૂધ પૌંઆ ઉમંગે આજ હળીમળી ખાઈએ રે
ખાંડ ખાંપણીએ ભાત પૌંઆ બનાવીએ રે
હે…જી… આવ્યો છે આજનો દિન
શરદ પૂનમનો રે…