મંગલમ્/પેલા પંખીને

From Ekatra Wiki
Revision as of 02:02, 30 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પેલા પંખીને

પેલા પંખીને જોઈ મને થાય;
એના જેવી જો પાંખ મળી જાય;
હું તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.
ઘડિયાળમાં દસ વાગ્યે, ટીન…ટીન…ટીન…ટીન;
બા મને શોધવાને લાગે, કકુ ક્યાં? કકુ ક્યાં?
હું તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.
પેલા ડુંગરાની ટોચે,
મારી આંખ જઈને પહોંચે;
બા ઢીંગલી જેવાં,
બાપુ ઢીંગલા જેવા.
હું તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.