ગાલ્લી રે ગાલ્લી
ગાલ્લી મારી ઘરર જાય
ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય
બળદ શીંગડાં ડોલાવતા જાય…ગાલ્લી૦
ખેડુભાઈ ખેડુભાઈ ચાલ્યા તે ક્યાં (૨)
કોદાળી લઈને ચાલ્યા તે ક્યાં (૨)
મારી ગાલ્લીમાં બેસો તમે
રાજી રાજી બહુ થાશું અમે…ગાલ્લી૦
ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં
લાકડી લઈને ચાલ્યા તે ક્યાં
મારી ગાલ્લીમાં બેસો તમે
રાજી રાજી બહુ થાશું અમે…ગાલ્લી૦
બચુભાઈ બચુભાઈ ચાલ્યા તે ક્યાં
દફતર લઈને ચાલ્યા તે ક્યાં
મારી ગાલ્લીમાં બેસો તમે
રાજી રાજી બહુ થાશું અમે…ગાલ્લી૦