આંબો ઘટાદાર
આંબો ઘટાદાર, એની કેરી મજેદાર,
રસદાર, કસદાર, લીલી-પીળી રંગદાર,
આજે લાગે લીલી-લીલી, કાલે થાશે પીળી-પીળી,
ભાઈ મારો ખાશે ત્યારે,
જોઈ જોઈ મીઠી મીઠી…આંબો૦
કનુ-મનુ ભેગા થાય, સાથે સૌ એ જોવા જાય,
આજે કે૨ી કાચી, કાલે થાશે પાકી,
આજે જાણે આંબાડાળ,
પહેરી છે મોતીની માળ…આંબો૦
વા પવન વા, ગા કોયલ ગા,
પહેરી આજે આંબાડાળ,
સુગંધી મોતીની માળ…આંબો૦
બેબીબહેન ખાશે કેરી, બચુભાઈ ખાશે કેરી,
પાકી પાકી કેરી, મીઠી મીઠી કેરી,
આજે એમાં ગોટલી,
કાલે રસ રોટલી…આંબો૦