મંગલમ્/નવભારત નિર્માણ કરીશું

From Ekatra Wiki
Revision as of 03:07, 29 January 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નવભારત નિર્માણ કરીશું

હો નવભારત નિર્માણ કરીશું!
સમાનતાની સુધા સિંચીશું!…હો નવભારત૦

કિસાન ભૂમિનો માલિક બનશે
મજદૂરોનાં બંધન તૂટશે;
ભારતની એ ધર્મધજા લઈ
દલિતોનાં કંઈ રાજ રચીશું!…હો નવભારત૦

શોષણના સંતાપ શમાવી,
જીવનની સૌ આગ બુઝાવી;
મહેનતનો પરસેવો પાડી,
નહેર કૂવા ને બંધ બાંધીશું!…હો નવભારત૦

ધરતીને ઉર અમી વહાવી,
ધૂળમાંથી સોનું પ્રગટાવી;
સુખથી હસતાં ગામ બનાવી,
ઘર ઘર આઝાદી પ્રસરાવી!…હો નવભારત૦

વર્ષોથી સપનાં કંઈ સેવ્યાં,
ગરીબને નવજીવન દેવા;
આજ હવે શું પાછા હટશું!
સમાનતા સાધીને રહીશું!…હો નવભારત૦

સમૃદ્ધિની સરિતા વહેશે,
માનવતાની ફોરમ ફૂટશે;
સિદ્ધિનાં શિખરો સર કરીને,
સર્વોદયનો સમાજ રચશું!…હો નવભારત૦
— કુલીન પંડ્યા