મંગલમ્/તારે પગલે
Jump to navigation
Jump to search
તારે પગલે
કોણ મધુમય છંદે આજે ગાયે તારે પગલે (૨)
રંગ ઢોળી બેઠી જોને સંધ્યા રાણી
કુમકુમે રંગી એના પગની પાની
ઝંખવાઈ જાયે મૃદુ… (૨)
ફૂલશે ફાલી… તારે પગલે — (૨)
નિત ચીર યૌવનની બંસરી બાજે
ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાચે
જોઈ ગોપીકાઓ એનું (૨)
મરમર રાચે… તારે પગલે — (૨)
ઓ રે ઓ રે આજ ઉત્સવ ગાને
જીવનની મધુવીણા વાગવા ટાણે
મિલનનાં મધુગીત (૨)
ગાયે… તારે પગલે… (૨)
કોણ મધુમય…