મંગલમ્/કોણ ગયું ઝબકાવી

Revision as of 01:54, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોણ ગયું ઝબકાવી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

કોણ ગયું ઝબકાવી,
મને કોણ ગયું ઝબકાવી?

એક સવારે આવી મને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી?… મને કોણ…

કિરણ તણી કોમળ અંગુલિએ,
રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહ સુહાગે,
કોણ ગયું ઢંઢોળી? મને કોણ ગયું ઝબકાવી…