કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાત આખી

From Ekatra Wiki
Revision as of 02:15, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. રાત આખી

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાવરી આ આંખ મારી આમતેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લો
મધુવનના વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી.
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

નીલરંગી છાંય થઈ તારો આ સૂર
મારી યમુનાના વ્હેણમાં દોડે;
જાગીને જોઉં તો જાણું નહિ કે કેમ
મોરપિચ્છ મહેકે અંબોડે!
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી.
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૯૬૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૨)