કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પારિજાતની ઢગલી

Revision as of 02:01, 2 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૧. પારિજાતની ઢગલી

પગલી પારિજાતની ઢગલી!
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી!

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી.

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો,
યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો.
સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી.
૬-૧૦-૦૩
(દૌહિત્રી નીતિ માટે)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (પાદરનાં પંખી, ૭૦)