કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ચંદન ચારુ
Jump to navigation
Jump to search
૩૩. ચંદન ચારુ
અંતર કેરા ભાઈ, ઓરસિયા પર
ઘસો રે હરિ કેરું નામ,
ચંદન ચારુ ઊતરે હો જી.
મરમવ્યથાળાં આંસુ ભીતર ઉતારો,
જોજો એ છલવો નકામ.—
ચંદન ચારુ ઊતરે હો જી.
હળવી હથેળી વાળી ચંદન નિતારો,
લેપી દો અંગડે તમામ.—
ચંદન ચારુ ઊતરે હો જી.
મમ રે ચોગમ તૃષ્ણા તાપ તપાવે,
સરોદ, છે શાતા અવિરામ —
ચંદન ચારુ ઊતરે હો જી.
(સુરતા, પૃ. ૯૪)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (રામરસ, પૃ. ૨૩)