કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૯. તારા બગીચામાં રહેતી ગઈ...

Revision as of 01:55, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૯. તારા બગીચામાં રહેતી ગઈ...


તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
          અને કહેતી ગઈ કે હવે જાઉં છું.
     ઝાડવાની લીલેરી માયા મને,
     ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
          અને કહેતી ગઈ કે હવે જાઉં છું.
     આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
     અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
          અને કહેતી ગઈ કે હવે જાઉં છું.


(વિદેશિની, પૃ. ૩૬૨)