વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા

Revision as of 14:48, 4 March 2023 by Meghdhanu (talk | contribs) (પ્રકરણ ૨ - 'આ' પૂર્ણ)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વસ્તુસંખ્યા

અકુશલપથ (૧) (બૌદ્ધમત)
ત્રણ કાયિક : પ્રાણઘાત, અદત્તાદાન, વ્યભિચાર;
ચાર વાચિક : અસત્ય, ચાડી, કઠેર વાણી, બબડાટ;
ત્રણ માનસિક : પરદ્રવ્યનો લોભ, ક્રોધ, નાસ્તિકતા.

અક્ષરવર્ણ (૫૨)
વિપ્રવર્ણ = ૨૧. : સ્વર ૧૬ + વ્યંજન (ક, ખ, ગ, ઘ ઙ)
ક્ષત્રિયવર્ણ = ૧૦. : ચ, છ, જ ઝ, ક્ષ, ટ, ઠ, ડ, ઢ, ણ.
વૈશ્યવણ = ૧૦. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ.
શુદ્રવર્ણ = ૧૧. : ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.

અખાડા સાધુબાવાઓના (૫)
નિર્બાની, નિરંજન, નીલ પર્વત, ઉદાસી, નિર્માલી.

અખાડા (સાધુબાવાઓના) (૧૮)
અઘોરી, અરણ્ય, અવધૂત, આનંદ, આશ્રમ, ઇંદ્ર ઉદાસી, 'કાનફાડા, કામમેલ, ગોદડ, ગોરખપંથી, નંગાગિરી, નિરંજની, નિર્વાની, પુરી, ભારતી, રાઉન, બન, સરભંગી.

અગમ્યા (એક શય્યા માટે) (૫)
માતા, બહેન, દીકરી, પુત્રવધૂ, ગુરુપત્ની.

અગારી વ્રત (૫)
હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, પરિગ્રહની હદ બાંધવી. (– જૈનમત) અગ્નિ (૩)
લૌકિક, જઠરાનલ, વડવાનલ.
(૩) (વૈદક મુજબ) ભૌમ, દિવ્ય, જઠર.
(૩) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ.
(૬) (કર્મકાંડ મત) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્યાગ્નિ, આવસશ્ય, ઔપાસ્ય.
(૬) ધૂમાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ખરાગ્નિ, ભડાગ્નિ (રસાયન મત)
(૭) કાલાનલ (કાલરૂપી અગ્નિ), હવ્યાનલ (અગ્નિકુંડમાંનો અગ્નિ,) વડવાનલ (સમુદ્રમાંનો અગ્નિ) સહસ્રાનલ (સૂર્યમાંનો અગ્નિ), વિષાનલ (શેષનાગના મુખમાંનો અગ્નિ) ભવાનલ. (પૃથ્વીના પેટાળનો અગ્નિ), હરાનલ (શિવના ત્રીજા નેત્રનો અગ્નિ).
(૧૧)કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય, ઉપાયાસ.
(૧૫) વૈશ્વાનર, લોચનીક, પાવક, મંગલ, સૂર્યદૂત, મારક, મૃદુ, ગાર્હસ્પત્ય, વડવાનલ, મેદવાનલ, જઠરાનલ, ક્રવ્યાદાનલ, ક્રોધાનલ, વિરહાનલ, ભવાનલ (વસ્તૃવંદદીપિકા).
અગ્નિકલા
(૧૦) ધૂમાર્ચિ, ઉષ્ણા, જ્વાલિની, જલની, સ્ફુલ્લિંગી, અતિસ્નના, હવ્યવાહિની, કવ્યવાહિની, નીલરક્તા રુદ્રાયણી.
(૧૦) ધૂમા, અર્ચિ, ઉષ્મા, જવલિની, જવાલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરુપા, કપિલા, હવ્યકવ્યવહા
અગ્નિજિહ્વા (૭)
(સાત્ત્વિક) હિરણ્યા, રક્તા, કૃષ્ણ, સુપ્રભા, બહુરૂપા, અતિરક્તા, કનકા.
(રાજસી) કરાલી, ભૂમિની, શ્વેતા, લોહિતા, નીલલોહિતા, સુવર્ણા, પદ્મરાગા.
(તામસી) કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમવર્ણા, વિસ્ફુલ્લિંગી, વિશ્વરુચિ, લોલાયમાના (૭) કાલી, કરાલી, મનેજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલિંગિની, વિશ્વરુપી. (મુંડકોપનિષદ્દ)
અગ્નિપત્ની (૧૬)
સ્વાહા, વહ્નિપ્રિયા, વહ્નિજાયા, સંતોષકારિણી, શક્તિ, ક્રિયા, કાલદાત્રી, પરિપાકકરી, ધ્રુવા. સર્વદાનરગતિ,દાહિકા, દેહનક્ષમા, સંસારસારરુપા, ઘરસંસારતારિણી, દેવજીવનરુપા, દેવપોષણ-કારિણી

અગ્નિપુત્ર (૪)
પાવક, પવમાન, શુચિ, સ્વાચિત

અજ. (૫).
દશરથના પિતા, બ્રહ્મા, શિવ, કામ.

અજાયબી (૭)
(કુદરતી)
નાયગ્રાનો ધોધ, ઉત્તરધ્રુવના હીમપર્વતો, હિમાલય, સહરાનું રણ, આફ્રિકાના જંગલો, વિસુવિયસ જવાળામુખી, ગ્રાંડ કેનિયોન (અમેરિકા)
(પ્રાચીન).
સિસરના મિનારા, હેલિકાર્ને સસમાં આર્ટિમિસિઆચે બાંધેલો હજીરા, યુસુફમાં ડાયેનાનું દેવળ, બેબીલોનનો ઝૂલતો બગીચો રેડ્ઝનું પૂતળું, જ્યુપીટર આલ્ફસનું પૂતળું', એલેક્ઝાંડ્રિયાનો નજર મિનારો. (૭)
(માનવસર્જિત) તાજમહાલ (ભારત), ચીનની દીવાલ (ચીન), મોસ્કો ઘંટ (રશિયા), પીઝાનો ટાવર (ઈટાલી), પિરામિડો (ઈજિપ્ત), એફિલ ટાવર (ફ્રાન્સ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (અમેરિકા).

અણુવ્રત (૪).
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
(જૈનમત) (૫) પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તા-દાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ (જુઓઃ અવ્રત)
અતિચાર (૫) (જૈનમત)
શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિ, પ્રશંસા, અતિદેશ (૫)
શાસ્ત્રાતિદેશ, કાર્યાતિદેશ, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, રૂપાતિદેશ.

અત્યતાભાવ. (૧૦)
આકાશકુસુમ, વંધ્યાપુત્ર, શશશૃંગ, અજાગલસ્તન, પૂનમનું
સૂર્યગ્રહણ, અમાસનું ચંદ્રગ્રહણ, પાણી વલોવવાથી ઘી, રેતી પીલીને કાઢેલું તેલ, કાચબાની પીઠના વાળ, હિમથી અગ્નિ.

અતિશયોક્તિ (૫)
રુપક, ભેદક, સંબન્ધ, અસંબન્ધ, અક્રમ (અત્યંત)

અતિસાર (૫) (વૈદક)
વાયુજન્ય, પિત્તજન્ય, કફજન્ય, સન્નિપાતજન્ય, શોકજન્ય, આમજન્ય.

અતીત (૧).
અથર્વવેદના ઉપનિષદ (૩)
પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડક્યોપનિષદ.

અદત્તદાન (૩) (જૈનમત).
દ્રવ્યાદત્તદાન, ભાવાદત્તદાન, દ્રવ્યભાવાદત્તદાન. (૪) સ્વામી અદત્તદાન, જીવઅદત્તદાન, તીર્થંકર અદત્તદાન, ગુરુ અદત્તદાન.
અદાલત (૪).
નિઝામત અદાલત, દિવાની અદાલત, ફોજદારી અદાલત, અદાલતે કાઝી. (મુસલમાન રાજ્યની)

અધર્મ (૫).
વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપધર્મ, છલ.

અધિકરણ લક્ષણ (૫)
વિષય, વિશય (સંશય), પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ, નિર્ણય.

અધિકારી (૧૮).
મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતરવંશિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રી, પરદેશત્રિ, નાયક, પૌર, ન્યાયાધીશ, હારમાંતિક, અધ્યક્ષ, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ
(અર્થશાસ્ત્ર)

અધિદેવ (૧૪).
ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, સૂર્ય, દિશાઓ, અશ્વિનૌ, વરુણ,
વાયુ, ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, મિત્ર અથવા મૃત્યુ, પ્રજાપતિ. અધિભૂત (૧૪).
મંતવ્ય, બોદ્ધવ્ય, ચેતયિતવ્ય, અહં કર્તવ્ય, દૃષ્ટવ્ય, શ્રોતવ્ય, ઘ્રાણવ્ય, રસયિતવ્ય, સ્પર્શચિતવ્ય, આદાતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, વિસૃજ્ય, સ્ત્ર્યાદ્યાનંદ.

અધ્યાત્મ (૧૪).
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આંખ, કાન, નાક, જીભ, ચામડી, હાથ, પગ, વાણી, ગુદા, ઉપસ્થ.

અધ્યાપક (૨).
આચાર્ય, ઉપાધ્યાય.
અધ્યાસ (૫). (જુઓ: ઈંદ્રિયાધ્યાસ).

અનર્થકારણ (૪).
ધન, જોબન, પ્રભુત્વ, અવિવેકિતા.

અનાજ (૩).
શિંગ, ડોડો, પોપટો.

અનાદિષટ્ક (૬)
જીવ, ઈશ્વર, શુદ્ધ ચૈતન્ય, અવિદ્યા, ચેતન અને અવિદ્યાનો યોગ, તથા તેમનો પરસ્પર સંબન્ધ.

અનાવૃષ્ટિ (૩).
દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.

અનુપપત્તિ (૭). (વેદાંતમત).
આશ્રયાનુપપત્તિ, નિરાધાનાનુ૫૫ત્તિ, સ્વરુપાનુપપત્તિ, અનિ ર્વચનીયવાનુપપત્તિ, પ્રમાણુનુપપત્તિ, નિવર્તકાનુ૫૫ત્તિ, નિવૃત્ત્યનુપત્તિ.

અનુપ્રેક્ષા (૪). (જૈનમત).
એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. અનુબંધ (૪). વિષય, પ્રયોજન, સંબન્ધ, અધિકારી.

અનુભાવ. (૪).
સાત્ત્વિક, કાયિક, માનસિક, આહાર્ય.

અનુમાન (૨).
સ્વાર્થાનુમાન, પરાર્થાનુમાન.
(૩). પૂર્વવત્, શેષવત્ , સામાન્યતોદૃષ્ટ.
(૩). કેવલાન્વયી, વ્યતિરેકી, અન્વયવ્યતિરેકી.
(૧૦).
જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન, પ્રયોજન, સંશયવ્યુદાસ.

અનુમાનઅવયવ, (૫).
પક્ષ, સાધ્ય, હેતુ, વ્યાપ્તિ, દૃષ્ટાંત.

અનુવાદ (૩).
ભૂતાર્થાનુવાદ, સ્તુત્યાર્થાનુવાદ, ગુણાનુવાદ.

અનુશય (૨).
કર્માનુશય, ફલાનુશય.

અનુશયના ભેદ (૩)
સંકેતવિઘટ્ટના, ભાવકેતનષ્ટા, રમણગમતા. (કાવ્યનાભેદ). અનંત (૦).

અન્તઃ પ્રકૃતિ (૩)
સ્વામી, અમાત્ય, સુહૃદ્દ,

અન્ન.
(૪)
શુષ્ક, પકવ, સ્નિગ્ધ, વિદગ્ધ.
(૪) ખાદ્ય, પેય, ચોષ્ય, લેહ્ય.
(૭) ચોખા, ઘઉં', મગ, અડદ, જવ, તલ, કાંગ (ભ.ગો.મંડલ).
(૭) ડાંગર, દેશયજ્ઞ, પૌર્ણ માસયજ્ઞ, મન, પ્રાણ, દૂધ, વાણી. (ભ. ગો. મંડલ).

અપરાપ્રકૃતિ (૮)
પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અપરાવિદ્યા. (૧૦)
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જતિષ, છંદ.
અપાય (૪)
નરક, તિર્યક્યોનિ, પ્રેતવિષય, અસુરલોક (ચાર પ્રકારે દુર્ગતિ. બૌદ્ધમત). અપૂર્વ.
(૪) (યજ્ઞની શક્તિ).
ફલાપૂર્વ, સમુદાયાપૂર્વ, ઉત્પત્તયપૂર્વ, અગાપૂર્વ.

અપૂર્વવિધિ (૪)
કર્મવિધિ, ગુણવિધિ, વિનિયોગવિધિ, પ્રયોગવિધિ.

અપ્સરા
(૭) રંભા, ધૃતાચી, મેનકા, તિલોત્તમા, મંજુઘોષા, ઉર્વશી, સુકેશી.
(૧૨)
મેનકા, રંભા, ઉર્વશી, પ્રમલોચા, અનુમ્લોચા, સેનજિત, પૂર્વચિત્તી, તિલોત્તમા, ધૃતાચી, સ્વયંપ્રભા, ભિક્ષકેશી, જનવલ્લભા.

અબ્જ (૧)

અભાવ (૪)
પ્રાગભાવ, પ્રવિધ્વંસાભાવ, અત્યંતાભાવ, અન્યોન્યાભાવ.

અભિચાર (૬)
મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ.

અભિજ્ઞા (૫)
ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી.

અભિધર્મપિટક (૭) (વિભાગ–ઔદ્ધમત).
ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, પુગ્ગલપઝઝત્તિ, કથાવત્થુ, યમક, પટ્ઠાન.

અભિધા. (૧૪)
સંયોગ, વિયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, બીજા પ્રસિદ્ધ શબ્દનું પાસે હોવાપણું, સામર્થ્ય, યોગ્યતા, દેશ, કાળ, વ્યક્તિ, સ્મૃતિ.

અભિનય (૪)
આંગિક, વાચિક, આહાર્ય સાત્ત્વિક.

અભિનયમુદ્રા (૨૪)
અંજલિ, કપોત, કર્કટ, સ્વસ્તિક, દોલ, પુષ્પપુટ, ઉત્સંગ, શિવલિંગ, કટકવર્ધન, કર્તરી, સ્વસ્તિક શકટ, શંખ, ચક્ર, સંપુટ, પાશ, કીલડ, મત્સ્ય, કૂમ, વરાહ, ગરુડ, નાગબંધ, ખટ્વ, ભેરુડ, અવહિત્ય, :મુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, ધ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણમુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહ, મુદ્રલ, પલ્લવ, નાગ.

અભિનિબોધ (૪) (જૈનમત)
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા.

અભિવ્યક્તિકારણ (૯).
ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, ધૃતિ.

અભિસારિકા (૩)
કૃષ્ણાભિસારિકા, (અંધારી રાતે પ્રિયતમને મળવા જનારી), શુકલાભિસારિકા, (ચાંદનીમાં મળવા જનારી), દિવાભિસારિકt. (દિવસે મળવા જનારી).

અભ્ર (૦)

અમશાસ્પંદ (ફિરસ્તા) (૭) (જરથોસ્તી).
અહ્રમઝદ, બહમન, અર્દીબહિશ્ત, શેહેરીવર, અસ્ફંદારમદ, ખોરદાદ, અમરદાદ.

અમૂર્તગુણ (૧૦)
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અધર્મ, ભાવના, શબ્દ.

અમેધ્ય (૧૨)
હાડકું, મુડદું, વિષ્ટા, મૂત્ર, ચરબી, પરસેવો, આંસુ, પરૂ, કફ, મદ્ય, વીર્ય, રજ.

અમૃત (૭) (વૈદક)
હરડે, બહેડાં, આમળાં, જેઠીમધ, લોહ, મધ, ઘી.

અમૃતદ્યુતિ (૧)

અમ્લ પંચક (૫) (વૈદક)
બોર, કોકમ. દાડમ, ચૂકો, અમ્લવેતસ. (૫) (વૈદક) જંબીરી લીબું, ખાટાં અનાર, આમલી, નારંગી, અમ્લવેતસ. (૫) (વૈદક) બીજોરુ નારંગી, અમ્લવેતસ, આમલી, જંબીર.

અયન (૨)
ઉત્તરાયણ, દક્ષિણાયણ.

અયોનિજા (૩)
સીતા, દ્રૌપદી, લક્ષ્મી.

અરણ્ય (૧૨)
આપારણ્ય, દ્વિપારણ્ય, તમારણ્ય, લોકારણ્ય, ચિકુટારણ્ય, સ્વર્ગારણ્ય, અંધકારણ્ય, કોક્ષેઆરણ્ય, મનુષ્યારણ્ય, ઉદ્વેષારણ્ય, કૂર્મારણ્ય, તલારણ્ય.
(૧૨) ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય નિમિષારણ્ય, અર્બુદારણ્ય, પદ્મારણ્ય, ધર્મારણ્ય, બ્રહ્મારણ્ય, ગુહ્યારણ્ય, જબુંકારણ્ય, પુન્યકારણ્ય, દેવદારુકારણ્ય, ઐક્ષારણ્ય, નઘુષારણ્ય, દ્વૈતારણ્ય. (વ.વૃં.દી.)

અલખ (૧)

અવનિ (૧)

અર્કકાન્તા (૨)
સંજ્ઞા, છાયા,

અર્કબંધુ (૪)
બુદ્ધદેવ, ચૈતન્યબુદ્ધ, શાકયમુનિ, સર્વાર્થસિદ્ધ.

અર્ધ્ય (૩)
પત્ર, પુષ્પ, જલ,
(૩) ચોખા, દૂર્વા, પુષ્પ.
(૮)
પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન, ધોળી કરેણ.
(૧૦)
જલ, દૂર્વા, ફૂલ, જવ, દૂધ, કુશાગ્ર, દહીં, સરસવ, ચોખા, સુગંધી વસ્તુ

અર્જુનપુત્ર (૪)
શ્રુતકીર્તિ (દ્રૌપદીથી), ઈરાવાન્ (ઉલૂપીથી), બબ્રુવાહન (ચિત્રાં
ગદાથી), અભિમન્યુ (સુભદ્રાથી).

અર્થદોષ. (૨૪)
અપુષ્ટાર્થ, કષ્ટાર્થ વ્યર્થાર્થ; વ્યાહત, અર્થપુનરુક્તિ, દુઃક્રમ, ગ્રામ્ય, સંદિગ્ધ, નિર્હેતુ, પ્રસિદ્ધિવિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, અનવિકૃત, સનિયમ, અનિયમ, સવિશેષ, અવિશેષ, સાકાંક્ષ, અપદયુક્ત, સહચરભિન્ન, :પ્રકાશવિરુદ્ધ, વિધિવિરુદ્ધ, અનુવાદવિરુદ્ધ, ત્યક્ત પુનઃ સ્વીકૃત, અશ્લીલ.

અર્થપ્રકાર (૫)
મિત્ર, પશુ, ભૂમિ, ધન, ધાન્ય,ની પ્રાપ્તિ.

અર્થપ્રકૃતિ. (૫)
બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી, કાર્ય.

અર્થભેદ (૩)
રૂઢ, યૌગિક, મિશ્ર.

અર્થવાદ (૩)
ગુણવાદ, અનુવાદ, ભૂતાર્થવાદ.

અર્થો (૧૦)
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈક્ષાનુકથા, વિરોધ, મુક્તિ, આશ્રય.

અર્થોપક્ષેપક (૫)
વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાવતાર, પંચમુખ.

અલખ (૧)

અલંકાર (૩)
શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર,
(૩૩)
આશીર્વાદ, અક્રેદ, કપટ, અક્ષમા, ગર્વ, ઉદ્યમ, આશ્રય, ઉત્પ્રાસન, સ્પૃહા, ક્ષોભ, પશ્ચાત્તાપ, ઉપયતિ, આશંસા, અધ્યવસાય, વિસર્પ, ઉલ્લેખ, ઉત્તેજન, પરિવાદ, નીતિ, અર્થ વિશેષણ, પ્રોત્સાહન, સાહાપ્ય, :અભિમાન, અનુવૃત્તિ, ઉત્કીર્તન, યાંચા, પરિહાર, નિવેદન, પ્રવર્તન, આખ્યાન, યુક્તિ, પ્રહર્ષ, શિક્ષા.
(૪૪)
અનુપ્રાસ, યમક, દીપક, રૂપક, ઉપમા, અર્થાન્તરન્યાસ, આક્ષેપ, વ્યતિરેક, વિભાવના, સમાસક્તિ, અતિશયોક્તિ, યથાસંખ્ય, ઉત્પ્રેક્ષા, વાર્તા, પ્રેયસ, રસવંત, ઊર્જસ્વિન, પર્યાયોક્તિ, સમાહિત, ઉદાત્ત, :શ્લેષ, અપહ્નુતિ, વિશેષોક્તિ, વ્યાજસ્તુતિ, ઉપમારૂપક, તુલ્યયોગિતા, નિદર્શન, વિરોધ, ઉપમેયોપમા, સહોક્તિ, પરિવૃત્તિ, સસંદેહ, અનન્વય, ઉપેક્ષાવયવ, સંકીર્ણ, આશિષ, હેતુ, નિપુણ, સ્વભાવોક્તિ,

અપ્રસ્તુતપ્રશંસા, સૂક્ષ્મ, લેશ, વક્રોક્તિ, સંકર. (ભ. ગો. મંડલ).
(૭૦)
ઉપમા, અન્વય, ઉપમેયોપમા, ઉત્પ્રેક્ષા, સસંદેહ, રુપક, અપહ્નુતિ, શ્લેષ, સમાસોક્તિ, નિદર્શના, અપ્રસ્તુતપ્રશંસા, અતિશયોક્તિ, પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાન્ત, દીપક, માલાદીપક, તુલ્યયોગિતા, વ્યતિરેક, આક્ષેપ, વિભાવના, વિશેષોક્તિ, યથાસંખ્યા, અર્થાન્તરન્યાસ, વિરોધ, સ્વભાવોક્તિ, વ્યાજસ્તુતિ, સહોક્તિ, વિનોક્તિ, પરિવૃત્ત, ભાવિક, કાવ્યલિંગ, પર્યાયોક્તિ, ઉદાત્તપ્રથમ, ઉદાત્ત દ્વિતીય, સમુચ્ચય, પર્યાય, અનુમાન, પરિકર, વ્યાજોક્તિ, પરિસંખ્યા, કારણમાલા, અન્યોન્ય, ઉત્તર, સૂક્ષ્મ, સાર, તદ્ગુણ, અતદ્ગુણ, અસંગતિ, સમાધિ, સમ, વિષમ, અધિક, પ્રત્યનીક, મિલિત, ભ્રાન્તિમાન, વ્યાઘાત, પ્રતીપ, સામાન્ય, વિશેષ, સ્મરણ, સંસૃષ્ટિ, સંકર, (અર્થાલંકાર) વક્રોક્તિ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાટાનુપ્રાસ, યમક, શ્લેષ, ચિત્ર, પુનરુક્તવદાભાસ. (શબ્દાલંકાર).
(મમ્મટ કાવ્યપ્રકાશ.)

અવગુણ (૮)
નિંદા, બલાત્કાર, દગો, ઈર્ષા, અસૂયા, અર્થદૂષણ, અપશબ્દ, તાડન.

અવતાર (૧૦)
મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(૧૫)
ઋષભદેવ, કપિલ, દત્તાત્રેય, હંસ, કુમાર, સુયજ્ઞ, નારદ, પૃથુ, ત્રિવિક્રમ, હયશિર્ષ, નરનારાયણ, ધન્વન્તરી, મોહિની, શ્રીકૃષ્ણ, વ્યાસ, (૧૭)
શ્રીઅણહાદ, અલખ, નામનીલ, અનીલ, સુન, સાન, નાન, જ્ઞાન, નુર, તેજ, જળ, કમળ, અદબુદ, જાંગ, તંતવ, પ્રેમતંતવ, આદપુરુષ. ખોજામત પ્રમાણે–વિષ્ણુના.)
(૨૨)
પ્રજાપતિ, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(ભાગવતપુરાણ પ્રમાણે.)
(૨૨)
સનકાદિક, વરાહ, યજ્ઞરૂપ, હયગ્રીવ, નરનારાયણ, કપિલદેવ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, હંસ, નારાયણ, મન્વંતર, પરશુરામ, રામ, વેદવ્યાસ, શ્રીકૃષ્ણ. :(પરસોત્તમગીતા પ્રમાણે.)
(૨૩)
મત્સ્ય, કૂર્મ, વરાહ, લઘુતન્, ભાર્ગવ, રામચન્દ્ર, કૃષ્ણ, બૌદ્ધ, કલ્કિ, કપિલ, હયમુખ, નારદ, હંસ, યજ્ઞ, દત્તાત્રેય, વિરાનન, ઋષભ, મુનિરાય, વ્યાસ, વેન્ય, ધ્રુવ, સ્વયંભૂ
(સંસ્કારગણપતિ પૃ. ૧૩.)
(૨૪)
સનક, સનંદન, સનાતન, સનત્કુમાર (બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયાં. ચારેય ને પ્રથમ ક્રમ જ આપ્યો છે.) વરાહ, યજ્ઞપુરુષ, હયગ્રીવ, નારાયણ (ઋષિ), કપિલદેવમુનિ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, :મચ્છાવતાર, કૂર્માવતાર, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, હંસપક્ષી, નારાયણ, હરિ, પરશુરામ, રામ, વેદવ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ. (ભ. ગો. મંડળ)
અવતારહેતુ (૧૧)
ધર્મ સ્થાપવા, યજ્ઞકર્મ શીખવવા, જીવનું કલ્યાણ કરવા, અસુરોથી રક્ષણ કરવા, સાંખ્ય-યોગ પ્રવર્તાવવા, ત્યાગ–યોગ દર્શાવવા, અસિ અને કૃષિકર્મ શીખવવા, સાતમી ભૂમિકાનું જ્ઞાન આપવા, પૃથ્વીને રસાળ :કરવા, સુકૃતજનની રક્ષા કરવા, દુષ્ટોને નાશ કરવા. (પુરુષોત્તમગીતા.)

અવધિજ્ઞાન (૬)
અનુગાર્મિક, અનનુગામિક, વર્ધમાન, હાયમાન, અવસ્થિત, અનવસ્થિત.

અવનિ (૧)

અવયવ (૩)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ.
(૩)
ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, અપદેશ, નિદર્શન, અનુસંધાન, પ્રત્યામ્નાય.

અવસર (૩)
જન્મ, વિવાહ, મરણ.

અવસ્થા (૨)
પૂર્વાવસ્થા, ઉત્તરાવસ્થા.
(૩)
બાલ્યાવસ્થા, તારુણ્યાવસ્થા, વાર્ધકયાવસ્થા.
(૩)
અનાગત, વ્યક્તાભિવ્યક્ત, તિરહિત. (સાંખ્ય પ્રમાણે.)
(૩)
જાગ્રતાવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તાવસ્થા.
(૪)
જાગ્રત, સ્વાપ્ન, સુષુપ્તિ, તુર્યાવસ્થા. (વેદાંતપ્રમાણે.)
(૪)
બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય.
(૫)
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય, ઉન્મનીયા.
(૫) (નાટ્યશાસ્ત્ર.)
આરંભ, યત્ન, પ્રાસ્યાશા, નિયતાપ્તિ, ફલાગમ.
(૬) (યાસ્ક મત).
જન્મ, સ્થિતિ, વૃદ્ધિ, પરિણમન, અપક્ષય, નાશ.
(૭)
અજ્ઞાન, આવરણ, ભ્રાંતિ, પરોક્ષજ્ઞાન, અપરોક્ષજ્ઞાન, શોકનાશ, અતિહર્ષ.
(૯)
ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાલ્ય, કૌમાર, યુવાન, મધ્ય, વૃદ્ધ, મૃત્યુ.
(૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, સંતાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃત્યુ. (જુઓ કામાવસ્થા).
(૧૦)
નયનપ્રીતિ, ચિત્તાસંગ, અર્થસંકલ્પ, નિદ્રાચ્છેદ, તનતા, વિષયનિવૃત્તિ, ત્રયાનાશ, ઉન્માદ, મૂર્છા, મૃત્યુ, (શૃંગારાવસ્થા.)
(૧૦) (તંત્રમત.)
બાલ, ક્રીડા, મંદ, બલા, પ્રજ્ઞા, હાપની, પ્રપંચ, પ્રગ્ભારા, મુંમુહી, સ્વપ્ન.
(૧૨)
ચક્ષુપ્રીતિ, મનઃસંગ, સંકલા, પ્રલાપિતા, જાગરણ, કાર્શ્ય, અરતિ, લજ્જા, ત્યાગ, સંજ્વર, ઉન્માદ, મૂર્છના.
(૫૪)
૫-મહાભૂત, પ–તન્માત્રા, ૧૦-ઈન્દ્રિયો, ૩-ગુણ, ૧૦-પ્રાણ, ૪-અંતઃકરણ, ૧૪-દેવતા. ૩-કાળ.

અવિદ્યા (૨)
મૂલાવિદ્યા, તુલાવિદ્યા
(૪)
અનિત્યને નિત્ય માનવું, અપવિત્રને પવિત્ર માનવું, દુઃખને સુખ માનવું અને બુદ્ધિ, મન, ઇન્દ્રિયને આત્મા માનવા.
(૫) અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. (યોગમત)
(૫)
તમસ્, મોહ, મહામોહ, તમિસ્ર, અધતમિસ્ર (સાંખ્યમત)
(૫)
અજ્ઞાન, વિપર્યાસ, ભેદ, ભય, શોક.

અવિદ્યાની શક્તિ (૨)
આવરણ, વિક્ષેપ.

અવિશ્વસનીય (૯)
પાણી, પવન, અગ્નિ, શસ્ત્રધારી, નખવાળા પ્રાણી, શિંગડાવાળા
પ્રાણી, અસત્યવાદી, કુલટા સ્ત્રી, રાજસેવક.

અવ્યય (૪)
ક્રિયાવિશેષણ, નામયેગી, ઉભયાન્વયી, કેવળપ્રયોગી.

અવ્રત (૫) (જૈનમત)
પ્રાણવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. (જુઓ : અણુવ્રત).

અશુભ ભાવના (૫)
કન્દર્પ, કિલ્વિષી, અભિયોગી, આસુરી, સમ્મોહી.

અશુભયોગ (૧૬)
સંવર્તક, શૂલ, શત્રુ, ભસ્મ, દંડ, વ્રજમુસલ, કાલમુખી, યમઘંટ, યમદંષ્ટ્રા, કાણ, મૃત્યુ, જવાલામુખી, ખંજ, યમલ, ઉત્પાત, કર્કટ. (જ્યોતિષ).
અષ્ટ કર્મ (૮)
આદાન, વિસર્ગ, પ્રેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: કર્મ).
અષ્ટકલ્યાણી અશ્વ (૮)
ચાર પગ, કપાળ, છાતી, ખભો અને પૂંછડી સફેદ હોય તે.

અષ્ટ ધાતુ (૮)
સોનું, ચાંદી, ત્રાંબુ, કલાઈ, લોઢું, સીસું, જસત, કાંસુ. (જુઓ: ધાતુ).

અષ્ટપટરાણી (૮)
રુક્ષ્મણિ, સત્યભામા, મિત્રબિંદ, ભદ્રા, જાંબવતી, કાલિંદી, સત્યાશ્રી, લક્ષમી. (કૃષ્ણની) (વ, વૃ. દી.)

અષ્ટ સખા (૮)
સૂરદાસ, પરમાનંદ, અંશુ, અર્જુન, નંદદાસ, ઋષભ, વિશાલ, સુદામા. (કૃષ્ણના).
(૮) સુરદાસ, કૃષ્ણદાસ, પરમાણંદદાસ, કુમનદાસ, છીતસ્વામી, ગોવિંદસ્વામી, ચતુર્ભજ દાસ, નંદદાસ.

અષ્ટ સખી (૮)
લલિતા, વિશાખા, ચંદ્રભાગા, સંધ્યાવલિ, તુંગભદ્રા, શ્યામા, ભામા, તુલસી. (કૃષ્ણની) (વ. પૃ. દી.)

અષ્ટાક્ષરી મંત્ર (૩)
ૐ નમો નારાયણાય.
શ્રી કૃષ્ણઃ શરણં મમ.
ૐ શ્રી આદિત્યાય નમઃ

અષ્ટાવધાની (૮)
એકસાથે આઠ કામ કરનાર–
(કવિતા રચે, ગુણાકાર કરે, ભાગાકાર કરે, શબ્દ યાદ રાખે, વાક્યો યાદ રાખે, ડંકા ગણે, લેખના મુદ્દા તૈયાર કરે, સરવાળા કરે).

અષ્ટાંગ ઉપોસ્થ (૮) (બૌદ્ધમત)
પ્રાણઘાત કરવો નહિ, ચોરી કરવી નહિ, મદ્યપાન કરવું નહિ, બ્રહ્મચર્ય પાળવું, રાત્રિભોજન કરવું નહિ, માળા ધારણ કરવી નહિ, ચંદન લગાડવું નહિ, સાદી પાટ ઉપર શયન કરવું.

અષ્ટાંગ બુદ્ધિ (૮)
શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ચિંતન, ઊહાપોહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન.

અષ્ટાંગ માર્ગ (૮)
સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યફ સમાધિ.
(૮)
સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.
(૮)
સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્વર્તન, સદ્વચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સદ્ચિંતન, સદ્નિશ્ચય.
(૮)
યજન, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૈર્ય, ક્ષમા, અલોભ.

અશ્વિનીકુમાર (૨)

અસિદ્ધિ (૩) (હેતુદોષ) આશ્રયાસિદ્ધિ, સ્વરૂપાસિદ્ધિ, વ્યાપ્યયવાસિદ્ધિ. અસ્ત્ર ચિકિત્સા (૮)
છેદન, ભેદન, લેખન, વેધન, મેધન, આહરણ, વિશ્વાવણ, સીવન (વાઢકાપના પ્રકાર)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> [ અં ]



અંગ (૫)
બે હાથ, બે પગ, એક મુખ.
(૫)
તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ.
(૬)
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ.(–વેદના અંગ.) (ક્રમશઃ બ્રહ્માના નાક, હાથ, મુખ, કાન, આંખ અને છંદમાંથી નિષ્પન્ન થયાં છે).
(૭)
અણુદ્રુત દ્રુત, વિષમદ્રુત લઘુ, લઘુવિરામ, ગુરુ, પ્લુત-તાલના અંગ. (સંગીત).
ધ્રુતાલ, મઠતાલ, રૂપકતાલ, ઝંપાતાલ, ત્રિપુટતાલ, આડતાલ, એકતાલ-તાલના અંગ (સંગીત).
(૭) (જ્ઞાનના અંગ) (બૌદ્ધમત).
સ્મૃતિ, ધર્મ પ્રવિચય, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, સમતા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, મંત્રી, સામંત, કોષ, દુર્ગ, સેના, ગુપ્તચર, રાજ્ય.
(૮) (જ્યોતિષના અંગ.)
યુગ, પરિવૃત્તિ. વર્ષ માસ, દિવસ, નિત્ય, વાર, ઉદયઘટિકા.
(૮) (શુકનવિદ્યાના અંગ.)
અંગવિદ્યા, સ્વરવિદ્યા, સ્વપ્નવિદ્યા, ભૌમવિદ્યા, વ્યંજનવિદ્યા, લક્ષણવિદ્યા, ઉપાત્તવિદ્યા, અંતરિક્ષવિદ્યા.
(૯) પગ, જાનુ, કર, સ્કંધ, શિર, ભાલ, કંઠ, ઉર નાભિ.
(૧૧) (જૈનમત)
આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તી, (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી), નાયાધમ્મકહા, ઉવાસગદ્ સાઓ, અંતગડદસાઓ, અણુત્તરવવાઈઅદસાઓ, પણ્હવા ગરણાઈં (પ્રશ્નવ્યાકરણ), :વિવાગસુઅ (વિપાકશ્રુત), દિટ્યિાવાઓ. (દૃષ્ટિવાદ).

અંગરાગ (૫)
સેંથામાં સિંદૂર, કપાળે કંકુ, ગાલ ઉપર તલ, કેસરનો લેપ, હાથેપગે મેંદી.

અંગલેપ (૧૦) (જુઓઃ દશાંગલેપ)

અંજન (૩)
કાલાંજન, રસાંજન, પુષ્પાંજન.

અંતરાય (૫) (જૈનમત)
દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય.
(૯) (યોગસિદ્ધિના અંતરાય)
વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ, ભૂમિકત્વ.

અંતરિક્ષ (૦)

અંતર્ધૌતી (૪)
વાતસાર, વારિસાર, વહિનસાર, બહિષ્કૃત.

અંતઃકરણ (૩)
મન, બુદ્ધિ, અહંકાર.
(૪)
મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર

અંતઃકરણદોષ (૩)
મલ, વિક્ષેપ, આવરણ.

અંતઃકરણના દેવ (૪)
(મનના) અનિરુદ્ધ, (બુદ્ધિના) સંકર્ષણ, (ચિત્તના) વાસુદેવ, (અહંકારના) પ્રદ્યુમ્ન.

અંતઃકરણના સ્વામી (૪)
(મનનો) ચંદ્રમા, (ચિત્તનો) વાસુદેવ, (બુદ્ધિનો) બ્રહ્મા, (અહંકારનો) શંકર.

અંત્ય (૫)
લગ્નમાં મીન, નક્ષત્રોમાં રેવતી, વર્ણોમાં શુદ્ર, વ્યંજનોમાં ‘હ’, મહિનામાં આસો.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> [ આ ]



આકર્ષણ (૬)
ગુરુત્વાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, કેનદ્રગામીમળ, કેન્દ્રઅપસારીબળ.
(૮)
ગુરુત્વાકર્ષણ, સ્નેહાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, પરસ્પરાકર્ષણ, સંલગ્નાકર્ષણ, કેશાકર્ષણ.

આકાશભેદ (૪)
મહાકાશ, જલાકાશ, ઘટાકાશ, મેઘાકાશ.

આક્રોશ (૩)
તીવ્ર, અશ્લીલ, નિષ્ઠુર.

આઘાતવાદ્ય (૯)
કાંસ્યતાલ, જલતરંગ, કાષ્ટતરંગ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ઘંટ, ઝાલર, ઘૂઘરા.

આચાર (૫) (જૈનમત)
જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. (શ્રી જૈનસિદ્ધાન્ત બોલ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩૨).
(૮) (જૈનમત)
જોઈને ચાલવું, જોઈને બોલવું, ખાદ્યસામગ્રી તપાસીને લેવી, અહિંસા, નિર્માલ્ય ચીજ ફેંકતા હિંસા ન કરવી, મનનો સંયમ, ખપ પૂરતું બોલવું, જરૂર વગર શારીરિક પ્રવૃત્તિ કરવી નહિ.
(૯)
શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર, લોકાચાર.

આચાર્ય (૫) અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
(૧૨)
નાટકેશ્વર, ભૈરવ, સંતનાથ, જાલંધર, વાઘોડી, કલંકનાથ, અઘોરી, મચ્છિંદ્રનાથ, ઘાડાચુઢી, સુરવર્ણ, મહેન્દ્રનાથ, જોગીન્દ્રનાથ (નાથસંપ્રદાય મુજબ).

આતતાયી (૬).
આગ લગાડનાર, ઝેર ખવડાવનાર, હિંસાખોર, ધન પડાવી લેનાર, જમીન પડાવી લેનાર, સ્ત્રીહરણ કરનાર. (મનુસ્મૃતિ)

આતશ આદરન (૪) (જરથોસ્તી મત)
અથોરનાન, રથેસ્તાર, વાસ્ત્રીઓશ, હુતોક્ષ.

આત્મજ્ઞાન (૭)
શુભેચ્છા, વિચારણા, તનુમાનસ, સત્ત્વાપતિ, અસંસક્તિ, પદાર્થોભાવિની, તુર્યા.

આત્મા (૧)
(૪) જીવાત્મા, અંતરાત્મા, જ્ઞાનાત્મા, પરમાત્મા.

આત્માનો ખોરાક (૨)
જ્ઞાન, ચિંતન.

આદિ સ્ત્રી-પુરુષ (૨)
આદમ-હવા (બાઈબલ).

આદિત્ય (૧)
(૧૨)
વરુણ, સૂર્ય, વેદાંગ, ભાનુ, ઇન્દ્ર, રવિ, ગભસ્તિ, યમ, સ્વર્ણરેત, દિવાકર, મિત્ર, વિષ્ણુ.
(૧૨)
ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશુમાન, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા, વિષ્ણુ.
(૧૨)
મિત્ર, ભાનુ, રવિ, સૂર્ય, ખગ, પુષા, હિરણ્યગર્ભ, મરીચિ, આદિત્ય, સવિતા, અર્ક, ભાસ્કર.

આદિદેવ (૩)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

આદ્યશક્તિ (૧૦)
કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલા, માતંગી, કમલા.

આધારચક (૧૬)
મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર, બિંદુ, અર્ધ્યેન્દુ, રાધિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિકા, સમની, રાધિની. ધ્રુવમંડલ.

આધ્યામિક રાશિ (૪)
સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક.

આનંદ (૩)
બ્રહ્માનંદ, સચ્ચિદાનંદ, વિષયાનંદ,
(૪)
વિદ્યાનંદ, આત્માનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ.
(૫)
વિષયાનંદ, વિદ્યાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, અદ્વૈતાનંદ. આફરીનગાન (બંદગીગાન) (૭) (જરથોસ્તી)
અરદાફરવશ, ગાથા, ગાહમદાર, દહમાન, નાવર, સ્પીથવન, સરોશ.

આભૂષણ (૪)
આવેધ્ય (નાકચુક, વાળી, કર્ણફૂલ) બંધનીય (કંદોરો બાજુબંધ ઝાંઝરી), ક્ષેપ્ય (વીંટીં, બંગડી) આરોપ્ય (હાર, કંઠી, મંગળસૂત્ર).
(૯)
ઐશ્વર્યનું સજ્જનતા, શૂરતાનું વાણીસંયમ, જ્ઞાનનું ચિત્તશાંતિ, વિદ્યાનું વિનય, ધનનું દાન, તપનું અક્રોધ, શક્તિશાળીનું ક્ષમા, ધર્મનું દંભનો અભાવ, જીવનનું સદાચાર.
(૧૬)
મુગટ, કુંડલ, ઉપગ્રીવા, હિક્કાસૂત્ર, હીણમાલા, ઉરુસૂત્ર, કેયુર, ઉદરબંધ, છન્નવીર, સ્કંધમાલા, પાદવલય, પાદજાલક, યજ્ઞોપવિત, કટિસૂત્ર, ઉરુદ્દામ. અંગુલિમુદ્રા.
(૩૫)
હાર, અર્ધહાર, ત્રિસર, પ્રાલંબ, પ્રલંબ, કટિસૂત્ર કાંચી, કલય, રસના, કિરીટ, પટ્ટ, શેષર, ચૂડામણિ, મુદ્રિકા, મુકુટ, તબક, દશમુદ્રિકા, કેયૂર, કટક, કંકણ, ગ્રૈવેયક, અંગુલિયક, અંગુસ્થલ, હિમજાલ, મણિજાલ, રત્નજાલ, :ગોપુચ્છક, ઉરસ્ત્રીક, ચિત્રક, તિલક, કુંડલ, અભ્રપેચક, કર્ણપીઠ, હસ્તસંકેલી, નૂપુર.
(ભ.ગો.મંડળ)

આભ્યંતર નિયમ (૬)
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ. આયુધ (૩)
પ્રહરણ (હાથમાં પકડીને મારી શકાય. તલવાર) હસ્તમુક્ત (ફેંકી શકાય એવું– ચક્ર) યંત્રમુક્ત (યંત્રથી ફેકી શકાય એવું બાણ).
(૪)
મુક્ત (ચક્રાદિ), અમુક્ત (ખડ્ગાદિ), મુક્તામુક્ત (પાશ, તોમરાદિ), યંત્રમુક્ત (શરગોલકાદિ).
(૫)
સુદર્શન, વજ્ર, પંચજપ્ત, કૌમુદી, નંદક.
(૮)
બાણ, મૂશળ, શૂળ, ચક્ર, શંખ, ઘંટા, લાંગૂલ, કામુક, (દેવીના)
(૧૦)
ખડ્ગ, બાણ, ગદા, ફૂલ, શબ, ચક્ર, ભૃશૃંડી, પરિઘ, કાર્મુક, રુધિરપાત્ર (દેવીના).
(૧૮) અક્ષમાલા, કમલ, બાણ, અસિ, કુલિક, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ચર્મ, ચાપ, પાનપાત્ર કમંડલ. (દેવીના)
(૧૮) પરશુ, ત્રિશૂલ ચક્ર, ગદા, વજ્ર, તલવાર, બાણ, કમળ, રુદ્રાક્ષ (જમણા હાથમાં) શંખ, ઘંટા, પાશ, શક્તિ દંડ, ઢાલ, ચાપ, પાનપાત્ર, કમંડલ (ડાબા હાથમાં).
(૩૪). ચક્ર, ધનુષ, ખડ્ગ, તોમર, કુંત, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડિમોલ, ભુશંડી, ગદા, શક્તિ, પરશુ, પટ્ટિસુ, કૃષ્ટિ, કરણક, કંપન, હલ, મુશલ, કુલિકા, કરપત્ર, કર્તરિ, કોપૂલ, :તરવારિ, દુસ્ફોટ, ગોફણ, ડાહ, ડબૂસ, લુઠિ, દંડ.
(૩૬)
પુસ્તક, માલા, કમંડલ, મુદ્રાઓ, દર્પણ, ઘટ, સૂચિ, હલ. પાન, કમળ, ફળ, વીણા, શંખ, (સાત્ત્વિકઆયુધ,) ત્રિશૂલ, છૂરિકા, ખડ્ગ, પેટ, ખટ્વાંગ, ધનુષ, બાણ, પાશ, અંકુશ, ગદા, વજ્ર, શક્તિ, ભુઈજર, ભૃશંડી, :મુશલ, ખપ્પર, શિર, સપ, રિષ્ટિ, દંડ, ચક્ર, શૃંગ, કર્તિકા. (રાજસી આયુધ).
(૩૬)
ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કુંત, શુલ, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડમાલ, ભૃશુંડી, લુંઠિ, ગદા, શંખ, પરશુ, પટ્ટિસ, રિષ્ટિ, કણય, સંપન્ન, હલ, મુશલ, પુલિકા, કર્તરિ, કરપત્ર, :તરવારિ, કાલ, દુશ્કેટ, ગોફણ, ડાહ, ડબૂસ. (વ. ૨. કો.)
(૩૯)
ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ગ, છુરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ, મક્ષિક, ભિંડપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કર્ણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કર્તરિ, :કરપત્ર, તરવાર, કોદાલ, અંકુશ, કરવાલ, દુસ્ફોટ, ગોફણ, દાહડ, ડમરું.

આયતન (૧૨)
ચક્ષ્વાયતન, શ્રેતાયતન, ઘ્રાણાયતન, જિહ્વાયતન, કાયાયતન, મનસાયતન, રૂપાયતન, શબ્દાયતન, ગંધાયતન, રસનાયતન, શ્રોતવ્યાયતન ધર્માયતન. (બૌદ્ધમત)

આર્યસત્ય (૪) (બૌદ્ધમત).
દુઃખ, દુઃખસમુદાય, દુઃખનિરોધ, દુઃખનિવારણ

આરણ્યક (૪)
બૃહદારણ્યક, તૈત્તિરિયારણ્યક, અૈતરેયારણ્યક, કૌશિતકારણ્યક

આલાપ (૪)
અસ્થાન, ચીક, રૂપક, અશરામક (સંગીત).

આવરણ (૫) (બૌદ્ધમત)
કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ ચિત્તાવરણ).
(૮) (શૈવમત).
ગુરુ, લિંગ, જંગમ, પાદોદક, પ્રસાદ, શિવમંત્ર, ભસ્મ, રુદ્રાક્ષ.
આવર્ત (૯)
કુશાવર્ત, ઈલાવર્ત, બ્રહ્માવર્ત, મલયાવર્ત, કેતુવર્ત, ભદ્રસેનવર્ત, ઇંદ્રસપૃક્વર્ત, વિદર્ભવર્ત, કિકટવર્ત.

આશય (૮)
વાતાશય, પિત્તાશય, શ્લેષ્માશય, રક્તાશય, આમાશય, પકવાશય, મૂત્રાશય, ગર્ભાશય.

આશ્રમ (૪)
બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ.

આસક્તિ (૫)
શ્રવણ, મનન, કીર્તન, આરાધના, સ્મરણ.

આસન (૮)
પદ્માસન, બદ્ધપદ્માસન, સુખાસન, ભદ્રાસન, ઉત્કટાસન, ગોપાલાસન, વીરાસન, પર્યંકાસન (શિલ્પશાસ્ત્ર).

આસ્તિક દર્શન (૩)
સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, મીમાંસા.

આજ્ઞા (૯)
જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ. (જૈનમત).

આજ્ઞા (૧૦)
એક જ દેવને માનો; મૂર્તિપૂજા કરવી નહીં', દેવનું નામ વૃથા લેવું નહીં, સાબ્બાથ દિવસ પવિત્ર પાળવો, મા-બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહી, ચારી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ :રાખવો નહીં. (બાઈબલ પુનર્નિયમ ૭–૨૧).
(૧૦) (બૌદ્ધમત).
હિંસા કરવી નહીં, ચોરી કે લૂંટ કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જૂઠું બોલવું નહીં, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહીં, સોગંદ લેવા નહીં તથા વ્યર્થ પ્રલાપ કર નહીં, નિંદા કરવી નહીં, લાલચથી દૂર રહેવું, ઇર્ષ્યા, :ક્રોધ, અસૂયા અને અશુભ સંકલ્પ ત્યજી દેવા, મનને અજ્ઞાનથી મુક્ત કરી સત્યની ખોજ કરવી.

આસ્રવ (૪) (બૌદ્ધમત).
ભોગની ઇચ્છા, પરલોકની વાસના, દુરાગ્રહ, અવિદ્યા.
(૫) (જૈનમત) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ,
(શ્રી જૈન સિદ્ધાન્ત બોલસંગ્રહ ભાગ ૧ પૃ. ૨૬૮)

આંગળી (૫)
અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.