બૃહદ છંદોલય-અન્ય

From Ekatra Wiki
Revision as of 11:24, 8 August 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search

Chandolay-Title.jpg

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

અન્ય

નિરંજન ભગત

ક્યાંથી ટકે?

એકાંત!
મારો ખંડ સૂનો શાંત!
ને સામાન તો બસ આટલો –
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો,
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં;
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા;
શું શાંત આ એકાંત!
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત;
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ,
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ;
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના
ટેકા વિના ક્યાંથી ટકે?

૧૯૫૮
 
પ્રિયતમ મારો

પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
મુખ પર વિમલ શી કાંતિ,
પણ ચરણ વિશે તો ક્લાંતિ;
પ્રભુએ એનું હૃદય જલાવ્યું સતની અગ્નિજ્વાલે!
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
એનાં અતલ નયનમાં જંપ,
પણ અંગ અંગમાં કંપ;
પ્રભુએ એનું ચિત્ત ચગાવ્યું સ્વપ્નસૃષ્ટિના તાલે!
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
એની કઠોર તપની બાની,
પણ સ્વરમાં કરુણા છાની;
પ્રભુએ એનું વક્ષ વીંધાવ્યું પડઘા અનંત વિશાલે!
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
એ તો કઠોર કંપિત ક્લાંત,
પણ પ્રભુની સન્મુખ શાંત;
પ્રભુની પ્રભુતા જાણી માણી મેં તો એના વ્હાલે!

૧૯૬૧