અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ
છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે. આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :
| કવિ | સંપાદક |
| ૧. નીતિન મહેતા | કમલ વોરા |
| ૨. જયદેવ શુક્લ | રાજેશ પંડ્યા |
| ૩. વિનોદ જોશી | ઉત્પલ પટેલ |
| ૪. કમલ વોરા | સેજલ શાહ |
| ૫. યજ્ઞેશ દવે | સંજુ વાળા |
| ૬. મણિલાલ હ. પટેલ | હસિત મહેતા |
| ૭. મનોહર ત્રિવેદી | વિપુલ પુરોહિત |
| ૮. દલપત પઢિયાર | રાજેશ મકવાણા |
| ૯. સંજુ વાળા | મિલિન્દ ગઢવી |
| ૧૦. યોગેશ જોષી | ઊર્મિલા ઠાકર |
નોંધ : કવિશ્રી હરીશ મીનાશ્રુ, રાજેશ પંડ્યા અને મનીષા જોષીની કવિતાનું સંપાદન ચાલે છે. હવે પછી એ મૂકીશું.
– મણિલાલ હ. પટેલ
}}
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
હિમાંશી શેલતની વાર્તાઓ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> સંપાદક: શરીફા વીજળીવાળા