અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ
છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે.
આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :
વાર્તાકાર સંપાદક
૧. હિમાંશી શેલત : શરીફા વીજળીવાળા
૨. માય ડિયર જયુ : ગિરીશ ચૌધરી
૩. મોહન પરમાર : નરેશ વાઘેલા
૪. વીનેશ અંતાણી : દર્શના ધોળકિયા
૫. મણિલાલ હ. પટેલ :અજય રાવલ
૬. પ્રવીણસિંહ ચાવડા :નરેશ શુક્લ
૭. કિરીટ દૂધાત :બિપિન પટેલ
૮. બિપિન પટેલ :કિરીટ દૂધાત
૯, મનોહર ત્રિવેદી :મીનળ દવે
૧૦. ધરમાભાઈ શ્રીમાળી : પ્રભુદાસ પટેલ
૧૧. પન્ના ત્રિવેદી : સંધ્યા ભટ્ટ
ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે.
– મણિલાલ હ. પટેલ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર