અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ
Revision as of 11:36, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ઝીણા ઝીણા મેહ
ન્હાનાલાલ દ. કવિ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હે! ભીંજે મારી ચૂંદલડી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697cef6673dad4_28592956
ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અનાર શાહ