પીઓ એમ, છાંટોય ઢોળાય ના : નશો પણ ચડે, જામ છલકાય ના.… દરદ છે તો રાખો દરદની અદબ, દરદ ગામભરમાં વહેંચાય ના. ફક્ત એક જણથી કરું ગોઠડી કે દિલ શેરી શેરી તો ખોલાય ના. [‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]