અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)
Revision as of 06:39, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)| હરીશ મીનાશ્રુ}} <poem> આ છંદ થકી ઓગળ...")
પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)
હરીશ મીનાશ્રુ
આ છંદ થકી
ઓગળતો મનહર માઢ
રસિક મેડીએ
રતિ થકી રૂપવતી
કવિતાનું ભુજબંધન ગાઢ —
અહો!
આ પુનરપિ પ્રકટ અષાઢ!