અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)
Revision as of 06:31, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો,...")
પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)
હરીશ મીનાશ્રુ
સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે
નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી
એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે