ધૂળમાંની પગલીઓ/૧૭: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 11: Line 11:
આ રામલીલા રાતના એક-બે વાગ્યા સુધી ચાલે. મને ઘેરથી અગિયારેક વાગ્યા સુધી જ રામલીલામાં બેસવાનો પરવાનો. પણ કેમેય ઊંઘ આવે નહીં ને રામલીલા અધવચ્ચે છોડી જવાનો જીવ ચાલે નહીં. એકવાર સીતા-સ્વયંવરનો ખેલ ચાલે. સીતાજી વરમાળા લઈ લાકડાની એક ભાંગેલી ખુરશી - સિંહાસનસ્તો! - આગળ ઊભાં હતાં. રામચંદ્રજી શિવધનુષ્ય ચડાવીને તેનો ભંગ કરવાની તૈયારીમાં હતા. સમસ્ત શ્રોતાગણ જાણે એકકાન હતો – એકનજર, એકચિત્ત હતો; ને ત્યાં રામલીલાના રંગીન નાટ્યાત્મક વાતાવરણના પડદાને ચ...૨...ડ...ડ ચીરતો હાય એવો પિતાજીને ડંગોરાનો ઠકઠકાટ સાથે કાતિલ અવાજ ઊંચકાઈને આવ્યો : 'ચંદ્રકાન્ત !!!' હું કોઈ ગરમ અંગારો કાનને અડ્યો હોય એમ ચોંકી ઊઠ્યો. દરમિયાન ધ્યાનભંગ-રસભંગ થયેલા શ્રોતામાંથી કોઈ બોલ્યુંયે ખરું, ‘આ કાકોય ખરો છે! બરોબરનો ખેલ જામેલો ત્યાં બધી મજા મારી નાખી!' એ રાતે ઘેર ગયા પછી પથારીમાં પડયાં પડયાં કાનને દોડાવીને રામલીલાનું રસપાન કરવા મેં ઠીકઠીક ઉજાગરો સેવેલો.  

ગામમાં આવતી 'રામલીલા'માં સ્વેચ્છાએ જોડાતા ચંદુ કંસારાની વાત જાણવા જેવી છે. બા-બાપા વિનાનો છોકરો. ગરીબ જેમતેમ કરીને કંસારાનું કામ શીખ્યો. દરમિયાન એને એક છિનાળ ભટકાઈ ગઈ. પરણ્યાં પણ ઝાઝો વખત જોડે ન રહી શક્યાં. પેલી ઘરમાં જે કંઈ થોડુંક રહ્યું સહ્યું હતું તે બધું યે ઉસરડી લઈને ચાલી નીકળી. ચંદુ એકલો પડ્યો એટલે દારૂની લતે ચડ્યો, ને પાયમાલ થયો. હજુયે એ લત છૂટી નથી. કંસારાકામ કરતાં બેપાંચ રૂપિયા મળે તો એમાંથી અડધા દારૂમાં જ ડૂલ થતા. આખો દહાડો વાસણો સાંધે, કલઈ કરે, ન કોઈની સાથે ખાસ વાતચીત કે હસીમજાક, રાત પડે ત્યારે મોઢે પાઉડર-લપેડા કરી, ઘાઘરીપોલકાં પહેરીને રામલીલાના ખેલમાં હાજર થાય ત્યારનો એ ચંદુ જાણે સાવ જુદો. ત્યાં વિદૂષક એને 'બટાકી' કહીને બોલાવે. શો એનો ઠસ્સો! શી એની બોલછા! આપણને થાય : આ બધું ઝવેરાત મુફલિસ ચંદુડાએ અંતરના કયા ભંડકિયામાં ભંડારી રાખેલું ? કઈ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી રાખેલું? કેટકેટલા રંગ ને કેવી કેવી રંગતોનાં રમણીય રમખાણ એના ભીતરના આકાશમાં છુપાઈને પડયાં છે! રામલીલામાં ચંદુનો ઈલમ જોયા બાદ અમારે માટે ચંદુ કેવળ કંસારા કરતાં ઘણું વધારે હતો. અમે છોકરાઓ ઘેર જઈ ચંદુને કામ મળે એ આશયથી કાણા ને કલાઈવાળાં વાસણો માને બતાવી બતાવી તે સરખાં કરાવી લેવાનો તકાદો કરતા અને મા મંજૂરી આપે કે તુરત અમે જ પોતે વાસણ લઈને ચંદુની ખિદમતમાં હાજર થઈ જતા. ક્યારેક ચંદુ રજા આપતો ત્યારે અમે તેની ભઠ્ઠીની ધમણુ પણ ચલાવી આપતા.  

આ રામલીલા માટે મારા પિતાજીને કંઈક ઉદાસીનતાને ભાવ, તેનું કારણ રામચંદ્ર મર્યાદાપુરુષોત્તમ લેખાય તે. અમારા પિતાજી ચુસ્ત પુષ્ટિમાર્ગી એટલે એમના માટે તો પૂર્ણ પુરુષોત્તમ તો શ્રીકૃષ્ણ જ. તેઓ શ્રીકૃષ્ણની લીલા ભજવનારા રાસધારીઓની મંડળી આવે ત્યારે એકપણ દિવસ ચૂક્યા વિના એ રાસધારીઓની મંડળીના ખેલ જુએ. એ વ્રજ-હિન્દીમાં જે રીતે ગાય, સંવાદો બોલે એ સર્વ રસથી મનમાં નોંધે ને ક્યારેક વાનગીદાખલ બેપાંચ યાદ રહેલ સંવાદો કે પદપંક્તિઓ ઊલટભેર બોલે પણ ખરા. અમનેય રાસલીલા જોવાની સંપૂર્ણ છૂટ. મા, બહેન વગેરે તો રાસલીલામાં શ્રીકૃષ્ણ-રાધા આવે ત્યારે તેમના પગમાં પડી ચરણરજ લે ને યથાશક્તિ પૈસાયે મૂકે!

અમારા ગામમાં નિયમિતપણે જેમ બહુરૂપી, રામલીલાવાળા, તેમ ભવાયા પણ આવતા. ગામમાં એમનો લાગો. અમને ભવાઈ જોવાની છૂટ નહીં. પિતાજી નોકરીના કામે પરગામ હોય ત્યારે તેમના મનાઈહુકમને જરાય ગાંઠયા વિના માની ઉપરવટ થઈ ભવાઈ જોવા નીકળી પડીએ. ભવાઈમાં ગાળાગાળીયે ધરખમ ચાલે, પણ સૌ આદ્યશક્તિ જગદંબાનાં બાળક. ઉદાર ને કૃપાળુ મા એમનું અળવીતરાપણું ચલાવી લે, માફ કરે એવી માન્યતા. ભવાઈની અનેક અશ્લીલ બાબતો આ લખતાં સ્મરણમાં આવે છે પણ એની નોંધ આ સૃષ્ટિમાં અનિવાર્ય નથી.

આજે રામલીલાવાળા, રાસલીલાવાળા ને ભવાયા -ત્રણેયને યાદ કરું છું ત્યારે એમ લાગે છે કે જે શક્તિ, જે ભાવસામગ્રી ને ભાષાનું અઢળક પણ કાચું સોનું ભવાઈમાં મને જોવા મળ્યું તે તો અનન્ય જ. આ ભવાયાઓ અઢારે વરણની જે નકલ કરતા, દુનિયાદારીનું જે નિષ્ઠુર દર્શન કરાવતા અને હસાવવાની જે અનેકાનેક તરકીબો અજમાવતા, એની તો વાત જ અનોખી. ભવાઈમાં જે રેખતા બોલાતા, ભૂંગળવાદન સાથે તા તા થા થેઈ થઈ થાના જે ઠેકા આવતા એનાથી ચિત્ત લયચકચૂર બની રહેતું, આજેય બને છે.