સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
પડી ગયેલો અક્ષર છંદની ચાવીથી પકડાઈ આવે છે તેનું ઉદાહરણ પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં મળે છે. હસ્તપ્રતમાં પંક્તિ આમ મળે છેઃ ‘પાયક પરઘઉ સઘલુ મિલી, તે બઇઠા ઠામ અટકલી’. જોઈ શકાય છે કે અહીં ચોપાઈના બીજા ચરણમાં એક માત્રા ખૂટે છે. ‘ઠામ’નું ‘ઠામઈ’ કરતાં માત્રામેળ બરાબર થઈ જાય છે અને વાક્યરચના પણ ચોખ્ખી બને છે.

છંદ ઉપરાંત પ્રાસ પણ પડી ગયેલો અક્ષર શોધવામાં સહાયરૂપ બને છે. એનાં થોડાંક ઉદાહરણો નીચે જુઓ. પડી ગયેલો અક્ષર [ ] કૌંસમાં મૂકી આપ્યો છે તેથી આખી વાત પકડાઈ જશે :

{{Poem2Close}}
:::<nowiki>*</nowiki> જોવા લાગી અલગી થા[ઇ], માઇ નાંખી કૂયા માંહિ

:::<nowiki>*</nowiki> રે જિણવર દાખઇ એ ઉવએ[સ], જિ સુણિ ટલઇ કિલેસ.  

{{Poem2Open}}
અહીં પણ પડી ગયેલા અક્ષર મુકાવાથી વાક્ય ને અર્થ સાફ થાય છે.

મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?

Line 107: Line 109:
કેટલીક વાર લેખન દોષયુક્ત છે કે ખરું છે એને વિશે આ૫ણને અવઢવ રહે એવાં સ્થાનો પણ સામે આવતાં હોય છે. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં કુલધર પાસે આવી ચડેલા દરિદ્ર પરદેશીના વર્ણન પછી આ પંક્તિ આવે છે : ‘ચર પૂછિઉ, તાહરઉ ઘર કિહાં, કિણિ કારણિ આવ્યઉ છઇ ઇહાં.’ વસ્તુસંદર્ભ તો સ્પષ્ટ છે : કુલધર એ પરદેશીને પૂછે છે કે તારું ઘર ક્યાં છે વગેરે. પણ ‘ચર’ શબ્દને બેસાડવાની મુશ્કેલી છે. પરદેશીને માટે ‘ચર’ શબ્દ વપરાયો હશે? ‘ચર’ શબ્દનો એવો કોઈ અર્થ સાંપડતો નથી કે જેને કારણે આવી ચડેલા માણસનો નિર્દશ કરવા એને વાપરી શકાય. એવો તર્ક કરી શકાય કે અહીં ‘ચરિ’ (ચરિત, વૃત્તાંત) શબ્દ હોય તો કુલધરે પરદેશીને એનું વૃત્તાંત પૂછ્યું એમ ‘ચરિ પૂછિઉ’નો અર્થ થાય. પરંતુ ‘ચર’ શબ્દનો આપણને અજાણ્યો એવો પ્રયોગ અહીં છે કે એ લેખનદોષ છે ને ખરો પાઠ ‘ચરિ’ છે એ વિશે, કદાચ, અવઢવ રહે. તો સુધારો આપણે મૂળ પાઠની સાથે પ્રશ્નાર્થ પૂર્વક મૂકવાનો રહે.

હસ્તપ્રતમાં સ્વર અક્ષરના ફેરફાર થઈ જાય છે તેમ અન્ય અક્ષરના ફેરફાર પણ સરતચૂકથી થઈ જતા હોય છે. આમાં પણ ક્યાંક ભાષાજ્ઞાનથી લેખનદોષ પકડી શકાય છે ને સુધારી શકાય છે. જેમકે, ‘ઇનિ વનિ’નું સહેલાઈથી ‘ઇણિ વનિ’ થઈ શકે, કેમકે ‘ઇનિ’ એ મધ્યકાલીન ગુજરાતીનો પ્રયોગ નથી. અન્યત્ર અર્થસંદર્ભ આપણને પાઠસુધારણા તરફ લઈ જાય છે. એનાં કેટલાંક ઉદાહરણો નીચે જુઓ (સુધારેલો પાઠ કૌંસમાં બતાવેલો છે) :

:::<nowiki>*</nowiki> દેવ પૂજાવઇં થાઇં [ધ્યાઇં] ધ્યાન.

:::<nowiki>*</nowiki> રડવડની [રડવડતી] ધરિ જાઇ.

Line 114: Line 117:
:::<nowiki>*</nowiki> ઇણિ અવસરિ પૂઠઇ [પૂછઈ] હવઇ, આરામસોભા નૃપનારિ.

:::<nowiki>*</nowiki> પતિનઉ ઠયઉ [થયઉ] વિછોહ લાલ રે.
:::<nowiki>*</nowiki> પતિનઉ ઠયઉ [થયઉ] વિછોહ લાલ રે.
{{Poem2Open}}
આવો સુધારો હંમેશાં સરળ ન પણ હોય. મહાવીર ભગવાનની વાણીના સંદર્ભમાં ‘ભાસઇ જનનઉ તાય’ એમ પાઠ મળે ત્યારે દેખીતી રીતે એકેય શબ્દ ભ્રષ્ટ ન લાગવાથી આપણે અર્થ બેસાડવાની કોશિશ કરીએ પણ જ્યારે ‘તાય’ એટલે તાપ, સંતાપ, દુઃખ એમ આપણે નક્કી કરીએ ત્યારે ‘ભાસઇ’ને સ્થાને ‘ભાગઇ’ એ પાઠ આપણને સૂઝે.

લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :

{{Block center|<poem>દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫

Line 135: Line 137:
મધ્યકાલીન ભાષાપ્રયોગવૈવિધ્ય અપાર છે. એ આપણા હાથમાં પૂરેપૂરું આવી ગયાનો દાવો કદી ન થઈ શકે. તેથી એવાં સ્થાનો તો જડ્યાં કરવાનાં જ્યાં પાઠસુધારણા માટે આ૫ણને અવઢવ રહે અને વિકલ્પ ખુલ્લો રાખવાનું ઇષ્ટ લાગે. આરામશોભાની પૂર્વભવની કથામાં એ જાણીતું વૃત્તાંત છે કે કુલધરકન્યા સુકાયેલી વાડીને નવપલ્લવિત કરવા, માણિભદ્ર શેઠ વારે છે છતાં, અન્નજળનો ત્યાગ કરી જિનમંદિરમાં ધ્યાન કરવા બેસે છે. આ સંદર્ભમાં ‘સેઠઇ પાલી તી જઈ જિણમંદિર-બારિ, જિનસાસનદેવી સમરી ભાવઈ મન્નિ, કાઉસગ્ગ લેઈનઇ ઉભી રહી તજી અન્ન’ એવી પંક્તિ આવે એટલે ‘પાલી’ શબ્દ અસંગત લાગે. ત્યાં ‘વારી’ પાઠ જ બેસે, પરંપરાનો એને જ ટેકો મળે, પણ જે પ્રત એકંદરે ઘણી શુદ્ધ છે તેમાં આમ જુદો જ શબ્દ લહિયાથી આવી જાય ખરો? ‘પાલી’નો આપણને અજાણ્યો એવો કોઈ અર્થ ન હોય? અથવા અહીં ‘પાલી’ સાથે મળતો આવતો કોઈ અન્ય પાઠ ન હોય? આ બધા પ્રશ્નો વિકલ્પ ખુલ્લો રાખવા આપણને પ્રેરે. ‘અહો ધાસ્યઇં સીત’માં ઠંડી ચડી આવશે એવા અર્થમાં આપણને અજાણ્યો એવો ‘ધાસ્યઇં’નો પ્રયોગ છે કે એ ‘ધાસ્યઇં’ને સ્થાને થયેલો લેખનદોષ છે એ વિશે આ૫ણને ખસૂસ દ્વિધા થાય અને નિર્ણયાત્મક રીતે પાઠ બદલતાં આ૫ણને અટકાવે.

આ જાતની પાઠસુધારણામાં પ્રાસની મદદ મળે છે ત્યારે નિર્ણય લેવો વધારે સરળ બને છે. નીચેનાં ઉદાહરણોમાંથી એ પ્રતીત થશે :
આ જાતની પાઠસુધારણામાં પ્રાસની મદદ મળે છે ત્યારે નિર્ણય લેવો વધારે સરળ બને છે. નીચેનાં ઉદાહરણોમાંથી એ પ્રતીત થશે :
{{Poem2Close}}
:::<nowiki>*</nowiki> મૂલિ પિતાનઇં નવિ કહઇ, રખે કરઇ ઉચાટ,  

:::&nbsp;&nbsp;સિરજ્યઉ લાભઇ આપણઉ, મૌન ભલઉ તસ માત [માટ].

:::<nowiki>*</nowiki> માણિભદ્રિચંપા સુધિ કરી, બેટી કુલધર નવિ આરી [અવરી].

:::<nowiki>*</nowiki> રાજા જાણી તસુ ગુણગાંન [ગ્રાંમ], આરામશોભા ઠવીઉ નામ-
:::<nowiki>*</nowiki> રાજા જાણી તસુ ગુણગાંન [ગ્રાંમ], આરામશોભા ઠવીઉ નામ-
{{Poem2Open}}
પહેલું ઉદાહરણ અત્યંત સ્પષ્ટ છે. બીજામાં કથાસંદર્ભની જાણકારી ઉપયાગી બને છે. માણિભદ્રે પોતાને ત્યાં આવેલી સ્ત્રી તે કુલધરકન્યા છે, બીજી કોઈ નથી તે તપાસ કરાવી એવો પ્રસંગ બધે જ વર્ણવાયેલો છે. ત્રીજામાં ‘ગુણગાંન જાણી’ એ પ્રયોગ અસંગત છે. તેથી પ્રાસને અનુલક્ષીને ‘ગુણગ્રાંમ’ (ગુણોનો સમૂહ) એ પાઠ સુધી આપણે પહોંચીએ છીએ.

કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ

માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
{{Poem2Close}}
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.
{{Block center|<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>}}
{{Poem2Open}}
આ પછી ‘રીખઇ’ના ‘ખ’ પર હરતાલ ફેરવી દેવામાં આવી છે, પણ એને સ્થાને બીજો અક્ષર લખવાનું રહી ગયું છે. ‘રીખઇ’ (ભાંખોડિયાભર ચાલે, રાજસ્થાનીમાં – વિલાપ કરે) દેખીતી રીતે જ અહીં ખોટો પાઠ છે. ‘રીઝઇ’ એ સાચો પાઠ છે એ સમજવામાં મુશ્કેલી પડે એવું નથી. રાજસિંહકૃત ‘આરામશોભાચોપાઈ’માં એક પંક્તિ ‘અમૃતમોદક ઘટ સૂર્યુ રે’ એમ લખાયેલી મળે છે. પહેલાં તો ‘સૂ’ ઉપર અનુસ્વારનો ભ્રમ થાય છે, પણ ‘સૂર્યુ’ કે ‘સૂંર્યું’નો કશો અર્થ કરવો મુશ્કેલ લાગે છે ને પછીથી ખ્યાલમાં આવે છે કે ‘સૂ’ પર અનુસ્વાર નથી પણ બે ઊભી લીટી કરી એ અક્ષર રદ કરવાની નિશાની કરેલી છે. એને સ્થાને બીજો અક્ષર તો જોઈએ જ, કેમકે અર્થ અને છંદ બન્ને એ માગે છે. એ અક્ષર લખવાનો રહી ગયો છે ને આપણે જ ઉમેરવાનો રહે છે. ઘડામાંથી ઝેરના લાડુ કાઢી લઈને એમાં અમૃતમય લાડુ ભર્યાની વાત અહીં છે, તેથી ‘સૂ’ને સ્થાને ‘પૂ’ પાઠ હોવાની કલ્પના કરી શકાય છે – ‘અમૃતમોદક ઘટ પૂર્યું રે’.

લહિયા દ્વારા થતી એક ભૂલ તે શબ્દો આડાઅવળા એટલે કે ક્રમભંગથી લખાઈ જવાની છે. ‘નારી અમૂલિક દીઠી જાસ, બઇઠી રાજા સોહઇ પાસિ’ એ પંક્તિનો શબ્દાન્વય અસંગત છે. ‘બઇઠી સોહઇ રાજા પાસિ’ એમ કરીએ ત્યારે એ સંગત બને છે. અહીં લહિયાનો લેખનદોષ થયાનું માનવું જોઈએ.

Line 168: Line 174:
યોગ્ય શબ્દભેદ ન થવાથી કેવા અર્થહીન અને ભ્રષ્ટ પાઠ ઊભા થાય છે તેનું એક જ ઉદાહરણ લઈએ. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’ (સંપા. નવીનચંદ્ર એમ. શાહ, સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૨)માં એક પંક્તિ આમ છપાયેલી છે : ‘તવ બંભણિ કાઈ મા હણી, સંગ હણઇં કીધી પરતણી’. આનો કંઈ અર્થ થાય છે? પ્રસંગ તો છે વિદ્યુત્પ્રભાનો બાપ એના કહેવાથી બીજી સ્ત્રી પરણે છે તેનો. એમાં હણવાની વાત તો આવે જ કેમ? એટલે. ‘તવ બંભણિ કાઇ મા હણી, સંગ હણઇં કીધી પરતણી.’ એવો પાઠ વિચારી શકાય અને ‘માહણી’ એટલે બ્રાહ્મણી અને ‘સંગહણઇં’ એટલે સ્વીકાર એમ અર્થ હાથમાં આવે ત્યારે એ પાઠ સાચો હોવાનું પ્રતીત થાય.

ખોટા શબ્દભેદનાં, સૂચિત સુધારા સાથેનાં, કેટલાંક બીજાં ઉદાહરણો પણ જુઓ. આવશ્યક જણાયું ત્યાં ઉક્તિનો અર્થ પણ આપ્યો છે, તેમાંથી એ સુધારાનું સમર્થન મળી રહેશેઃ

:::<nowiki>*</nowiki> ઉત્તમ કિમહિ નઉ ભંજઇ [ન ઉભંજઉ], આદરીયાં સય હાથિ, (પોતાના હાથે–જાતે જ જેનો સ્વીકાર કર્યો તેના પ્રત્યે ઉત્તમ માણસો કેમેય ઉદ્વિગ્ન થતા નથી, એનો અનાદર કરતા નથી.)

:::<nowiki>*</nowiki> લેસુ રહી (લે સુરહી) વનિ જાઇ. (ગાયો લઈને વનમાં જાય છે.)

Line 173: Line 180:
:::<nowiki>*</nowiki> વર માઈ ધરિહિં [માઇધરિહિં] બઇસારિ એ.

:::<nowiki>*</nowiki> હણિ કરે વાપરનઇં [કરેવા પરનઇ] લીણ.
:::<nowiki>*</nowiki> હણિ કરે વાપરનઇં [કરેવા પરનઇ] લીણ.
{{Poem2Open}}
અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ

Line 195: Line 203:
આઠ હસ્તપ્રતો પ્રાપ્ત થયેલી તેમાંથી બે જ પ્રતો ‘ઠાઠ’ પાઠ આપે છે, બાકીની છ ‘ઘાટ’ કે ‘ઘાટ્ય’ પાઠ આપે છે. ‘ઘાટ’થી પ્રાસ વધારે ચોખ્ખો બને છે અને અર્થ તો બેસાડી જ શકાય. ‘ઠાઠ ચાલે’ના અર્થનો જ એ પ્રયોગ બને. પણ અહીં પણ એવો પ્રશ્ન સહજ રીતે ઊઠે કે ‘ઘાટ’ જેવા ચોખ્ખા પ્રાસવાળો પાઠ ‘ઠાઠ’ એ પ્રાસમાં પરિવર્તન કેમ પામે? વળી અહીં ભલે લઘુમતી પ્રતો પણ મુખ્ય આધારભૂત ગણેલી પ્રતો જ ‘ઠાઠ’ પાઠ આપે છે. અહીં પાઠપસંદગીની ભારે મૂંઝવણ થાય.

પણ અહીં અખાજીનાં જ અન્ય ભાષાપ્રયોગો ને પ્રાસયોજનાઓ મદદે આવે છે. અહીં જે અર્થમાં ‘ઠાઠ’ શબ્દ છે તે અર્થમાં છપ્પામાં તે અનેક વાર વપરાયો છે અને એનો પ્રાસ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છેઃ

:::<nowiki>*</nowiki> ચૌદલોક અખા એક ઠાઠ, ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ.

:::<nowiki>*</nowiki> વિચાર કરતાં બેઠું ઘાટ, એ ચાલ્યો જાય સતમિથ્યા ઠાઠ.

:::<nowiki>*</nowiki> અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે આપ ચૈતન્યનો ઠાઠ.

:::<nowiki>*</nowiki> કળ ભરાવ્યે ચાલે ઠાઠ, મન આદિ સઘળો આઠકાઠ.  
:::<nowiki>*</nowiki> કળ ભરાવ્યે ચાલે ઠાઠ, મન આદિ સઘળો આઠકાઠ.  
{{Poem2Open}}
આમાંથી બે-ત્રણ વસ્તુ દેખાઈ આવે છે. એક તો ‘ટ’ અને ‘ઠ’નો પ્રાસ મેળવવો એ એક માન્ય રૂઢિ છે. એ પ્રાસને કાચો પ્રાસ માનવાની જરૂર નથી. બીજું, ‘વૈભવ, વિસ્તાર, સાજ, સરંજામ, પ્રપંચ’ એ અર્થમાં ‘ઠાઠ’ શબ્દ ઘણો રૂઢ છે. ત્રીજું, ‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ પણ અન્યત્ર મળે છે. ‘ઘાટ’ શબ્દ આ રીતે વપરાતો હોવાની રૂઢિ દેખાતી નથી. ‘ઘાટ બેઠું’ જેવો પ્રયોગ મળે છે, પણ ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ મળતો નથી. આ બધું ‘ઠાઠ’ પાઠને વધુ પ્રમાણભૂત ઠેરવે છે.

સમુચિત પાઠપસંદગી માટે કેટલી વિશાળ પરંપરાને લક્ષમાં લેવાની થાય છે તેનું આ દ્યોતક ઉદાહરણ છે.